નિશુલ્ક આંખની તપાસ અને મોતિયાબિંદ સર્જરી શિબિર દ્વારા સેંકડો લોકોને આંખોની દ્રષ્ટિ ફરી મળી.

નિશુલ્ક આંખની તપાસ અને મોતિયાબિંદ સર્જરી શિબિર દ્વારા સેંકડો લોકોને આંખોની દ્રષ્ટિ ફરી મળી
સંત રાજીન્દર સિંહજી મહારાજ ના માર્ગદર્શનમાં સાવન કૃપાલ રુહાની મિશન દિલ્હી , મોતિયાબિંદ ના કારણે થતા અંધાપાને ખતમ કરવાની દિશામાં વર્ષમાં બે વાર નિશુલ્ક આંખની તપાસ તથા મોતિયાબિંદ સર્જરી શિબિરનું આયોજન કરે છે જેથી કરીને જે પોતાના ઓપરેશનનો ખર્ચ ઉઠાવી શકતા નથી તેવા લોકોની આંખની દ્રષ્ટિ પરત મળી શકે. આ પવિત્ર કાર્ય સાકાર કરવા માટે આ બિન લાભકારી આધ્યાત્મિક મિશન દ્વારા નોઈડા ના ICARE આંખોની હોસ્પિટલની સાથે મળી
ભાગીદારી કરી છે જેથી દર્દીઓની નિશુલ્ક મોતિયાબિંદ સર્જરી કરી શકાય. આ સર્જરી ICARE હોસ્પિટલ ના ડોક્ટરોની સાથે સાથે સંયુક્ત રાજ્ય અમેરિકા થી આવેલ આંખના વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવે છે જે નિશ્વાસ સેવાની ભાવના થી દર્દીઓને પોતાની સેવા મફતમાં પ્રદાન કરે છે
મિશન તરફથી નિશુલ્ક આગળની તપાસ તથા મોતિયાબિંદ સર્જરી શિબિર સંત દર્શન સિંહજી ધામ અને કૃપાલબાગ, દિલ્હીમાં આયોજિત કરવામાં આવ્યું. બધા દર્દીઓને પ્રારંભિક તપાસ સંત દર્શન સિંહજી ધામ, બુરાડીમાં કરવામાં આવી. અહીં તપાસવામાં આવેલ 1956 ભાઈ બહેનો માંથી 830 નું સાવધાની પૂર્વક પેરામીટર તપાસ ની બાદ મોતિયાબિંદ નું ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારબાદ આખું અઠવાડિયું બે માર્ચ સુધી આ દર્દીઓને નોઈડા ના ICARE આંખોના હોસ્પિટલમાં મફત માં રહેવાનું, ભોજન તથા હોસ્પિટલમાં આવા જવાની સુવિધા પણ મફતમાં આપવામાં આવી. અહીં તેમની મોતયાબીનની સર્જરી પણ મફતમાં જ કરવામાં આવી .
ICARE આંખના હોસ્પિટલ ના ડોક્ટર તથા મેડિકલ રૂપ થી પ્રશિક્ષિત કર્મચારીઓ 2000થી વધારે ભાઈ બહેનનું મોતિયાબિંદ હટાવવાનું સર્જરી કરવા માટે તેમની આંખોની ઊંડાણપૂર્વક તપાસ કરી. જે દર્દીઓને તેમની સર્જરી ની તારીખ બતાવવામાં આવી હતી તેમને આખું અઠવાડિયું કૃપાલ બાગમાં રહેવા તથા ખાવા પીવા ની સુવિધા મફતમાં પ્રદાન કરવામાં આવી. કૃપાલ બાગથી દર્દીઓને હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી બસમાં નોઈડા ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમની સર્જરી કરવામાં આવવાની હતી.
દર્દીઓની સર્જરી પછી તેમની સહાયતા અને મદદ કરવા માટે સાવન કૃપાલ રુહાની મિશન દ્વારા તેમને વાંચવા માટે ચશ્મા તથા આવશ્યક સુવિધાઓ પણ મફતમાં પ્રદાન કરવામાં આવી.
સર્જરી થી પહેલા લાંબા સમય સુધી મોતયાબીનની પરેશાની, તકલીફ નો સામનો કરવા તથા સર્જરી પછી બધા દર્દીઓ એ પોતાની દ્રષ્ટિ પરત મળવા પર ખુશી અને આભાર વ્યક્ત કર્યો.
પાછલા થોડા વર્ષોમાં સાવન કૃપાલ રૂહાની મિશને 20,000 થી પણ વધારે લોકો ની દ્રષ્ટિ પરત મેળવવામાં એમની મદદ કરી છે. પૂર્વ વૈજ્ઞાનિક સંત રાજીન્દર સિંહજી મહારાજ નું જીવન અને કાર્ય ને પ્રેમ અને નિષ્કામ સેવા ને એક સતત ચાલવા વાળી યાત્રા રૂપમાં દેખી શકાય છે જેનો ઉદ્દેશ લોકોને મનુષ્ય જીવનના મુખ્ય ધ્યેયને મેળવવા માટે તેમની મદદ કરવાનો છે. પાછલા 35 વર્ષોથી તેઓ તમામ ક્ષેત્રના લોકોને ધ્યાન અભ્યાસ ની કળા શીખવી ને તેમને પોતાના સાચા આત્મિક સ્વરૂપથી જોડાવામાં મદદ કરી રહ્યા છે. સાવન કૃપાલ રૂહાની મિશનના પ્રમુખ તથા વિશ્વવિખ્યાત આધ્યાત્મિક સત્ગુરુ સંત રાજીન્દર સિંહજી મહારાજ 23 , 24 ઓક્ટોબર 2025 ના રોજ ગોધરા માં સત્સંગ પ્રવચન હેતુ પધારી રહ્યા છે. તેઓ ગોધરામાં બે દિવસ સત્સંગ કરશે. જેનું આયોજન સાવન કૃપાલ રુહાની મિશન ગોધરા શાખા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સત્સંગના આ કાર્યક્રમમાં ફક્ત ગોધરા થી જ નહીં પરંતુ ભારતના વિભિન્ન રાજ્યમાંથી હજારો લોકો તદુપરાંત વિદેશોથી પણ આવેલા ભાઈ બહેન ભાગ લઈ રહ્યા છે. સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો 9825467110, skrmzn12@gmail.com.