સ્પોર્ટ્સ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાંડેસરા ખાતે યોગાસન સ્પર્ધા યોજાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાંડેસરા ખાતે યોગાસન સ્પર્ધા યોજાઈ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતમાં યોગનો વ્યાપ વધારવા તેમજ યોગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પ્રચલિત કરવા માટે દર વર્ષે યોગાસન સ્પર્ધા યોજવામાં આવે છે, જેના ભાગરૂપે પાંડેસરામાં સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા દરમિયાન યોગાસન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સુરત શહેર તેમજ તાલુકાકક્ષાએથી આવેલા યોગાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.
અલગ અલગ કેટેગરીની યોગસ્પર્ધામાં કુલ ૨૫૦ યોગપ્રેમીઓ તેમજ ૩૦ યોગ ટ્રેનર્સ અને કોચએ પણ ભાગ લઈ યોગને દૈનિક જીવન શૈલીનો ભાગ બનાવવા લોકોને પ્રેરિત કર્યા હતા.