આરોગ્ય

જો વજન વધશે તો બિમારીઓ પણ વધશે

જો વજન વધશે તો બિમારીઓ પણ વધશે

મેદસ્વિતા (ઓબેસિટી) એ માત્ર શારીરિક સ્થિતિ કે છૂપો રોગ?

આજના ઝડપી જીવનશૈલી અને ખોરાકની અનિયમિત આદતોના કારણે મેદસ્વિતા (Obesity) એક બહુ સામાન્ય છતાં ગંભીર સમસ્યા બની ગઈ છે. માત્ર યુવાઓ જ નહીં, પરંતુ બાળકો અને વડીલો પણ તેના શિકાર બની રહ્યા છે. મેદસ્વીતાનું મૂલ્યાંકન સામાન્ય રીતે બોડિ માસ ઈન્ડેક્સ (BMI) દ્વારા થાય છે. મેદસ્વિતા માત્ર શારીરિક ઘાટ અથવા દેખાવની સમસ્યા નથી તે અનેક બિમારીઓનું દ્વાર પણ છે.

મેદસ્વિ લોકોને હાર્ટને લગતા રોગો થવાની શક્યતા ૨ થી ૩ ગણી વધારે હોય છે કારણ કે, મેદસ્વિતા શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલને વધારે છે અને સારા કોલેસ્ટેરોલ ઘટાડે છે. જેથી ધમનીઓમાં ચરબી જમા થવા લાગે છે, બ્લડ પ્રેશર વધે છે અને હૃદય પર વધુ દબાણ આવે છે. પરિણામે લોકોને હાર્ટ એટેક, સ્ટ્રોક, હાર્ટ ફેલ્યુર જેવી ગંભીર પરિસ્થિતીનો સામનો કરવો પડે છે. ચરબી વધતા રક્ત નસો પર દબાણ વધે છે, વધુ વજનથી હૃદયને વધુ મહેનત કરવી પડે છે. વધારાનું વજન ઘૂંટણ, કમર અને હિપ જોઈન્ટ પર સતત દબાણ બનાવે છે, જેથી સાંધાઓની પાસેની કાર્ટિલેજ ધીમે ધીમે ઘસાઈ જાય છે. પરિણામે હાઈ બ્લડ પ્રેશર, સાંધામાં દુખાવો તથા અવરજવર કરવામાં તકલીફોનો સામનો કરવો પડે છે.

ગળા આસપાસની ચરબી શ્વાસ નળી પર દબાણ કરે છે. જેથી ઊંઘ દરમિયાન શ્વાસ રોકાઈ જાય છે. ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર બંને કિડનીને નુકશાન કરે છે અને મેદસ્વિતા સીધી કિડની ફંક્શન પર અસર કરે છે. જેથી થાક, ચીડિયાપણું, યાદશક્તિ ઘટવી અને કિડની ફેલ જેવી ગંભીર બિમારીઓનો સામનો કરવો પડે છે. વધારે ચરબી લિવરમાં એકત્ર થવાથી લિવર કેન્સરનો ખતરો વધે છે. સમયસર યોગ્ય પગલાં લેવાંથી આવી બિમારીઓથી બચી શકાય છે.   યોગ્ય આહાર વ્યવસ્થા જેમ કે, ઓઈલ અને ગળીલા પદાર્થોનો ત્યાગ, પુષ્કળ ફળો, શાકભાજી, અને ફાઈબરવાળા ધાન્ય લેવાં, નિયમિત સમયે ખોરાક લેવો, પાણી પૂરતું પ્રમાણમાં પીવું, નિયમિત કસરત, યોગાસન, પ્રાણાયામ, ઝુંબા, સાઇકલિંગ અથવા સ્વિમિંગ કરવી, દરરોજ ઓછામાં ઓછી ૭-૮ કલાક ઊંઘ લેવી, ધ્યાન અને મેડિટેશન દ્વારા તણાવ ઓછો કરવો, જો અનાવશ્યક વજન વધી રહ્યું હોય તો થાઈરોઈડ, પીસીઓડી વગેરેની તબીબી તપાસ કરાવવી જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button