ગુજરાત
સુરતમાં તાપી નદી બે કાંઠે વહેતી થઈ, ઉકાઈ ડેમની સપાટી 311 ફૂટ પાર

સુરતમાં તાપી નદી બે કાંઠે વહેતી થઈ, ઉકાઈ ડેમની સપાટી 311 ફૂટ પાર
ઉપરવાસમાં ભારે વરસાદથી વીયર કોઝવે ઓવરફ્લો
સુરત: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા અવિરત અને ભારે વરસાદને કારણે સુરત સહિત સમગ્ર વિસ્તારમાં જળબંબોળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની જોરદાર આવક થઈ રહી છે. પરિણામે ડેમની જળસપાટી વધીને 311.67 ફૂટ સુધી પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની સતત આવકને કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે, જ્યારે વીયર કોઝવે પણ ઓવરફ્લો થયો છે. નદીના જળસ્તરમાં સતત વધારો થતાં વહીવટી તંત્રે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી છે.



