પ્રો. હેમલકુમાર એન. લાકડાવાલાને Ph.D.ની પદવી

પ્રો. હેમલકુમાર એન. લાકડાવાલાને Ph.D.ની પદવી
ડૉ. એસ એન્ડ એસ એસ ગાંધી સરકારી ઇજનેરી કોલેજ, સુરત ખાતે મિકેનિકલ ઇજનેરી વિભાગ માં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા પ્રો. હેમલકુમાર નવીનચંદ્ર લાકડાવાલા એ “Experimental Performance Investigations and Response Surface Methodology-Based Optimization for Low-Head Impulse Turbine Runners” વિષય પર, ડૉ. વિમલ કે. પટેલ, એસોસિયેટ પ્રોફેસર, મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT), સુરતના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. તેમણે પીએચ.ડી.(PhD) ની પદવી માટેની તમામ શૈક્ષણિક અને સંશોધન સંબંધિત આવશ્યકતાઓ પૂર્ણ કરી હોય,SVNIT સંસ્થાના આગામી પદવીદાન સમારંભમાં તેમને સત્તાવાર ડિગ્રી એનાયત કરવામાં આવશે. ડૉ.હેમલકુમાર એન. લાકડાવાલાની આ શૈક્ષણિક સિદ્ધિ બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા.



