અવિરત વરસાદ પડતા સુરત શહેરમાં અત્ર, તત્ર સર્વત્ર પાણી પાણી
Surat News: સુરત શહેર જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે રવિવારે સાંજથી આજે સોમવાર સવાર સુધી મેઘરાજ દેમાર વરસતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરત શહેરમાં ૭, જિલ્લામાં પાંચ-છ ઈંચ, તાપી જિલ્લામાં ચાર-પાંચ ઈંચ, નવસારીમાં પાંચ ઇંચ, વલસાડમાં ૮, ડાંગમાં એક ઈંચ તથા ભરૂચ જિલ્લામાં ચાર ઈચ જેટલો વરસાદ ઝીંકાયૉ છે. સર્વત્ર ભારે વરસાદ ઝીંકાયા ભાદ આજે સવારથી બપોર સુધી ઘીમીઘારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સર્વત્ર ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે. રવિવારે સવારથી આજે સોમવાર સવાર સુધીનાં પુરા થતાં ૨૪ કલાક દરમિયાન સુરત જિલ્લામાં ઓલપાડમાં ૧૦૭ મીમી, માંગરોળ ૫૩, ઉમરપાડા ૯૪, માંડવી: ૪૦, કામરેજ ૧૯૦, સુરત સીટી ૧૪૯, મોર્યાસી ૪૪, પલસાણા ૧૫૯, બારડોલી ૧૦૯ તેમજ મહુવા ૧૨૬ મીમી વરસાદ ઝીંકાયો છે. જ્યારે તાપી જિલ્લામાં નિઝરમાં ૧૪૧ મીમી, ઉચ્છલ ૦૨, સોનગઢ ૩૪, વ્યારા પર, વાલોડ ૮૫, કુકરમુંડા૦૮ અને ડોલવણમાં ૬૯ મીમી વરસાદ પડ્યો છે.