ગુજરાત

ચંદની પડવાના આનંદમાં સુરતીઓએ ખુલ્લા આકાશ નીચે ઘારી અને ભૂંસાની જાયફત માણી

ચંદની પડવાના આનંદમાં સુરતીઓએ ખુલ્લા આકાશ નીચે ઘારી અને ભૂંસાની જાયફત માણી

‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ – આ સુપ્રસિદ્ધ કહેવતને સાચી ઠેરવતો સુરતીઓનો આગવો તહેવાર ચાંદની પડવો ઉજવવમાં આવી રહ્યો છે. સમગ્ર દેશમાં જે દિવસને શરદ પૂનમ તરીકે ઉજવવામાં આવે છે, તેના બીજા પડવાના દિવસને સુરતીઓ ખાસ ‘ચંદની પડવા’ તરીકે ઓળખે છે અને તેની ઉજવણી એકદમ અનોખી શૈલીમાં કરી હતી. આ દિવસે સુરતમાં થર્ટી ફર્સ્ટ જેવો ઉત્સાહ અને માહોલ જોવા મળ્યો હતો. ફૂટપાથ પર પરિવાર સાથે ઘારી-ભૂંસાની ખુલ્લી જ્યાફત જામીઆ તહેવારની સૌથી અનોખી અને ‘અસલ સુરતી’ ઓળખ છે ફૂટપાથ પરની ખુલ્લી જ્યાફત. સાંજે સૂરજ ઢળતાની સાથે જ, અસંખ્ય સુરતી પરિવારો ઘરની ચાર દીવાલો છોડીને ખુલ્લા આકાશ નીચે, ચાંદનીના શીતળ પ્રકાશમાં, ફૂટપાથ પર પોતાની મહેફિલ જમાવી હતી.
આ દૃશ્ય સુરતની મિલનસાર અને મોજીલી સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરિવારના સભ્યો, મિત્રો અને પાડોશીઓ એકસાથે પ્લાસ્ટિકની સાદડીઓ પાથરીને, અથવા તો ખુલ્લી જમીન પર બેસીને, ઘારી અને ભૂંસાની જ્યાફત માણી હતી. આ ખાણીપીણીની મહેફિલમાં અસલ ટેસ્ટી ફરસાણની પણ ખાસ ડિમાન્ડ રહી હતી, જે આ ઉજવણીનો અભિન્ન અંગ બની રહ્યા હતા. અગાસી અને ફાર્મ હાઉસ પણ ખીલી ઉઠ્યા હતા, પણ ફૂટપાથનું આકર્ષણ અનોખું રહ્યું, જ્યાં કેટલાક સુરતીઓએ પોતાના ઘરની અગાસી પર કે ફાર્મ હાઉસમાં આ તહેવારની ઉજવણી કરવાનું પસંદ કર્યું હતું.
અસંખ્ય લોકો માટે ફૂટપાથ જ ઉજવણીનું શ્રેષ્ઠ સ્થળ બન્યું હતું. રસ્તાઓ પર ઠેર-ઠેર જોવા મળેલી આ ઘારી-ભૂંસાની પાર્ટીઓ સુરતની સામુહિકતા અને સહિયારી ખુશીનું પ્રતીક બની રહી હતી. બાળકોની કિલકારીઓ, વડીલોની વાતો અને ઘારી-ભૂંસાની સુગંધથી આખી રાત શહેરનું વાતાવરણ એક અનોખી ખુશીથી છલકાઈ ગયું હતું. સુરતીઓ માટે આ દિવસ માત્ર એક તહેવાર નહોતો, પરંતુ તેમની જીવંત સંસ્કૃતિ, ખાણીપીણીનો પ્રેમ અને સામૂહિક આનંદની ઉજવણીનો એક અવસર બની રહ્યો હતો. લોકો પૂરા પરિવાર સાથે બહાર નીકળીને, ચાંદની રાતનો લાભ લઈને, ફૂટપાથ પર જ આ ખાસ દિવસને યાદગાર બનાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button