ગુજરાત
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં એડવોકેટ પરિમલ પટેલની ઓફિસનું ઉદ્દઘાટન

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં એડવોકેટ પરિમલ પટેલની ઓફિસનું ઉદ્દઘાટન
મહાનુભાવોએ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં એડવોકેટ પરિમલ પટેલની ઓફિસનું ઉદ્દઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ખેડૂત આગેવાન એડવોકેટ દર્શનભાઈ નાયકના હસ્તે કરવામાં આવ્યું અને તેમને આ નવા પ્રયાસ માટે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી તેમજ મહુવા ખાતે આવેલ જી.એચ.ભક્તા સાર્વજનિક હાઈસ્કૂલનાં શિક્ષકો સાથે શૈક્ષણિક બાબતે ચર્ચા કરી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક, માજી જિલ્લા પંચાયત સભ્ય વિપુલભાઈ પટેલ, જીજ્ઞેશ માહ્યાવંશી, સતિષભાઈ પટેલ, નિખિલભાઈ વ્યાસ, પ્રકાશભાઈ મેહતા અને ઈચ્છુંભાઈ તેમજ વકીલમિત્રો, સહકારી આગેવાનો અને સ્થાનિક સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા.