સ્પોર્ટ્સ

કોહલીની “વિરાટ’ સદી સાથે ભારતની ભવ્ય જીત

કોહલીની “વિરાટ’ સદી સાથે ભારતની ભવ્ય જીત

ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યુંઃ કોહલીએ વન ડે કારર્કિદીની ૫૧મી સદી ફટકારીઃ પાકિસ્તાન ૪૯.૪ ઓવરમાં ૨૪૧ રનમાં ઓલઆઉટ
ભારતે ૨૦૧૭ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામેની હારનો બદલો લીધોઃ સેમિફાઇનલમાં પણ જગ્યા બનાવી
ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન ૪૯.૪ ઓવરમાં ૨૪૧ રનમાં ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં, ભારતે ૪૨.૩ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરની ૫૧મી સદી ફટકારી. તે ૧૧૧ બોલમાં ૧૦૦ રન બનાવ્યા બાદ અણનમ રહ્યો.. ભારત હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે મેચ જીતી ચૂકયું છે અને સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. તે જ સમયે, પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હવે તેણે અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે. બે મેચ બાદ ભારતના ચાર પોઈન્ટ છે, જ્યારે પાકિસ્તાન બે મેચમાં પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યું છે.
૨૪૨ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત સારી રહી ન હતી. રોહિત શર્મા આક્રમક રમત રમવાનો પ્રયાસ કરતી વખતે શાહીન આફ્રિદીના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ઇનિગ્સની કમાન સંભાળી. બંનેએ બીજી વિકેટ માટે ૨૯ રનની ભાગીદારી કરી. ગિલ અડધી સદી ચૂકી ગયો. તે પર બોલમાં સાત ચોગ્ગાની મદદથી ૪૯ રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ ઐયરે કોહલી સાથે મળીને ભારતને જીત અપાવવાની જવાબદારી સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે ૧૧૪ રનની ભાગીદારી કરી. ખુશદિલ શાહે શ્રેયસ ઐય્યરને ઇમામના હાથે કેચ કરાવ્યો. તે ૫૯ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, કોહલીએ અક્ષર સાથે મળીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. આ પહેલા પાકિસ્તાનની ટીમ ૪૯.૪ ઓવરમાં ૨૪૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે સતત પાંચમી વનડે મેચમાં પોતાના વિરોધી ટીમને ૫૦ ઓવરમાં જ ઓલઆઉટ કરી દીધી છે. ભારત તરફથી કુલદીપે સૌથી વધુ ત્રણ વિકેટ અને હાર્દિક પંડયાએ બે વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા બાબર આઝમ અને ઈમામ ઉલ હકે પાકિસ્તાનને મજબૂત શરૂઆત અપાવી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે ૪૧ રનની ભાગીદારી થઈ. આ ભાગીદારી હાર્દિક પંડયાએ તોડી હતી. તેણે બાબરને વિકેટકીપર રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો. તે જે ૨૩ રન બનાવી શકયો. બીજી જ ઓવરમાં ઈમામ ઉલ હક પણ રન આઉટ થયો. તે ૧૦ રન બનાવી શકયો, સઈદ શકીલ અને કેપ્ટન મોહમ્મદ રિઝવાને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૦૪ રનની ભાગીદારી નોંધાવી હતી. જેને અક્ષર પટેલે રિઝવાનને કલીન બોલ્ડ કરી તોડી હતી. તેણે ૪૯ રન બનાવીને આઉટ થયો શકીલ પણ હાર્દિક પંડયાનો શિકાર બન્યો. તૈયબ તાહિર ચાર રન બનાવીને આઉટ થયો સલમાન અલી આગા ૧૯૨ન બનાવીને આઉટ થયો હતો. શાહીન આફ્રિદી ખાતું ખોલાવી શકયો નહીં. નસીમ શાહ ૧૪ રન બનાવીને અને હરીશ રઉફ આઠ રન બનાવીને આઉટ થયો હતો. હર્ષિત રાણાએ ખુશદિલ શાહને કોહલીના હાથે કેચ કરાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button