ભારતનાયુવાઈનોવેટર્સસેમસંગસોલ્વફોરટુમોરો 2025 ખાતેચમક્યાઃબહેતરભારતમાટેAI-પાવર્ડસોલ્યુશન્સનિર્માણકરવારૂ. 1 કરોડજીત્યા

ભારતનાયુવાઈનોવેટર્સસેમસંગસોલ્વફોરટુમોરો 2025 ખાતેચમક્યાઃબહેતરભારતમાટેAI-પાવર્ડસોલ્યુશન્સનિર્માણકરવારૂ. 1 કરોડજીત્યા
∙ ટોચનીચારવિજેતાટીમોએઆઈઆઈટીદિલ્હીખાતેઈન્ક્યુબેશનસપોર્ટમાટેરૂ. 1 કરોડનીગ્રાન્ટપ્રાપ્તકરી.
∙ ટોચની 20 ટીમો પણ પ્રત્યેકી રૂ. 1 લાખ અને સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ સ્માર્ટફોન્સ પણ જીતશે.
∙ પ્રોગ્રામની સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટાર્પઅપ હબ અને અટલ ઈનોવેશન મિશન સાથે બહુવર્ષ ભાગીદારી.
ગુરુગ્રામ, ભારત, 29 ઓક્ટોબર, 2025 –ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે તેના રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યક્રમ સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025ની ચોથી આવૃત્તિના વિજેતાઓની ઘોષણા કરી હતી, જે યુવા વિદ્યાર્થીઓને તેમના સ્થાનિક સમુદાયોમાં મોટા પડકારો માટે અસલ દુનિયાના સમાધાન નિર્માણ કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરે છે.
ટોચની ચાર વિજેતા ટીમો- પર્સિવિયા (બેન્ગલુરુ), નેક્સ્ટપ્લે.એઆઈ (ઔરંગાબાદ), પેરાસ્પીક (ગુરુગ્રામ) અને પૃથ્વી રક્ષક (પલામુ)ને ઈન્ક્યુબેશન ગ્રાન્ટ્સમાં રૂ. 1 કરોડ પ્રાપ્ત થયા હતા અને આઈઆઈટી દિલ્હીની એફઆઈટીટી લેબ્સ ખાતે મેન્ટરશિપ સપોર્ટ સાથે ઉચ્ચ સ્તરના અસલ દુનિયાના સોલ્યુશન્સમાં તેમના પ્રોટોટાઈપ્સ વિકસાવવાનું ચાલુ રાખશે.
જ્યુરીની પેનલે ચાર થીમેટિક ટ્રેક્સ- સુરક્ષિત, સ્માર્ટર અને સમાવેશક ભારત માટે AI, ભારતમાં આરોગ્ય, હાઈજીન અને સુખાકારીનું ભવિષ્ય, ટેકનોલોજી થકી પર્યાવરણીય સક્ષમતા અને સ્પોર્ટ તથા ટેક થકી સામાજિક પરિવર્તનમાં ફાઈનલિસ્ટોના સમાધાનનું મૂલ્યાંકન કરવા માટે સેમસંગના આગેવાનો અને શૈક્ષણિક, સરકાર અને ઉદ્યોગ જગતમાંથી નિષ્ણાતોને એકત્ર લાવી દીધી હતી.
આ વર્ષની સેમસંગ સોલ્વ ફોર ટુમોરોમાં ભારતભરમાંથી હજારો સહભાગીઓએ નક્કર, માનવલક્ષી વિચારો પ્રસ્તુત કર્યા હતા, જે હેતુ સાથે નાવીન્યતાને સંમિશ્રિત કરતા હતા. પહેલી વાર ફાઈનલિસ્ટોને એફઆઈટીટીના આધુનિક આરએન્ડડી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને હાથોહાથની પહોંચ પ્રાપ્ત થઈ હતી, જે ગ્રાન્ડ ફિનાલે પૂર્વે તેમની સંકલ્પનાઓની નવી વ્યાખ્યા કરે છે.
શક્યતાઓની નવી વ્યાખ્યા કરતાં વિજેતા ઈનોવેશન્સ
પર્સિવિયા (બેન્ગલુરુ): AI-પાવર્ડ વેરેબલ ગ્લાસીસ સિસ્ટમ ઓબ્જેક્ટ્સને ઓળખે છે, 33 ગ્રિડ વોઈસ અને વાઈબ્રેશન ફીડબેક થકી તેમનું લોકેશન જાહેર કરીને દ્રષ્ટિવિકાર ધરાવનારા માટે અસલ સમયમાં સ્પાશિયલ જાગૃતિ પૂરી પાડે છે.
નેક્સપ્લે.AI (ઔરંગાબાદ): આ સ્પોર્ટસ માટે મોબાઈલ પ્રથમ AI મંચ AI વર્ચ્યુઅલ કોચ, AI રેફરી અને ન્યુરો- ઈન્ક્લુઝિવ ટ્રેકરને જોડીને કોઈ પણ સમયે ક્યાંય પણ એથ્લીટ્સ માટે ન્યાયીપણું, પહોંચ અને સમાવેશકતાની ખાતરી રાખે છે.
પેરાસ્પીક (ગુરુગ્રામ): અસલ સમયનું, સ્પીકર- સ્વતંત્ર સ્પીચ એન્હાન્સમેન્ટ ડિવાઈસ થોથવાતી વાણી (ડાયસાર્થ્રિયા)ને ડીપ- લર્નિંગ અલ્ગોરીધમ્સનો ઉપયોગ કરીને સ્પષ્ટ સંદેશવ્યવહારમાં પરિવર્તિત કરીને વ્યક્તિગતોને આત્મવિશ્વાસ સાથે સંદેશવ્યવહાર કરવા મદદ કરે છે.
પૃથ્વી રક્ષક (પલામુ): આ સમુદાય પ્રેરિત ગ્રીન એપ ઝાડ દત્તક લેવું, રિસાઈકલિંગ અને ગેમિફાઈડ ઈકો- એક્શન્સ થકી સક્ષમ જીવનને પ્રોત્સાહન આપીને ભારતભરમાં પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહિત કરે છે.
ભારતના યુવા ઈનોવેટર્સને સશક્ત બનાવે છે
નવી દિલ્હીમાં ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતાઓને સઘન છ મહિના પ્રવાસ પછી પસંદગી કરાઈ હતી, જેમાં ઘણા બધા મેન્ટરશિપ રાઉન્ડ, પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ અને બૂટકેમ્પ્સનો સમાવેશ થતો હતો. ટોચની 20 ફાઈનલિસ્ટ ટીમોને પ્રત્યેકી રૂ. 1 લાખ અને તેમની ક્રિયાત્મકતા માટે અને બહેતર દુનિયા નિર્માણ કરવા તેની કટિબદ્ધતા માટે નવીનતમ સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ સ્માર્ટફોન્સ પણ પ્રાપ્ત થયા હતા.
ઉપરાંત ઈવેન્ટમાં પાંચ વિશેષ પુરસ્કારો પ્રસ્તુત કરાયા હતાઃ
∙ ગૂડવિલ એવોર્ડસ (2)- પ્રત્યેકી રૂ. 1,00,000
∙ યંગ ઈનોવેટર એવોર્ડસ (2)- પ્રત્યેકી રૂ. 1,00,000
∙ સોશિયલ મિડિયા ચેમ્પિયન એવોર્ડ- રૂ. 50,000
ભારતની ઈનોવેશન ઈકોસિસ્ટમનું નિર્માણ
સ્ટાર્ટઅપ ઈન્ડિયા (ડીપીઆઈઆઈટી), એમઈઆઈટીવાય સ્ટાર્ટઅપ હબ અને અટલ ઈનોવેશન મિશન (નીતિ આયોગ) સાથે બહુવર્ષ ભાગીદારી થકી સેમસંગે ભારતની યુવા ઈનોવેશન પાઈપલાઈનને મજબૂત બનાવવાનું ચાલુ રાખીને ભારતના દરેક ખૂણાના યુવા પરિવર્તનકારીઓ માટે તકો નિર્માણ કરવાનું ચાલુ રાખ્યું છે.
“વર્ષોનાં વહાણાં વીતવા સાથે સેમસંગ સોલ્વ ફોર ટુમોરોએ ઈનોવેશન આર્કિટેક્ચર નિર્માણ કર્યું છે, જે ટેકનોલોજીની વ્યાપ્તિ વધારે છે અને ભારતના દરેક ભાગની ક્રિયાત્મકતાની ઉજવણી કરે છે. આ વર્ષે પણ અમને નાનાં શહેરો અને ગ્રામીણ સમુદાયોમાંથી અસાધારણ વિચારો ઊભરતા જોવા મળ્યા છે, જે પ્રતિભાની કોઈ સીમા હોતી નથી તે વાતને ફરી સમર્થન આપે છે. અમારું વિઝન સારપ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી સરકારની પથદર્શક પહેલોની રેખામાં વધુ સમાવેશક અને ભાવિ સુસજ્જ ભારત નિર્માણ કરવા આ યુવા ઈનોવેટર્સનું મેન્ટરિંગ, રિસોર્સિંગ અને સશક્તિકરણ કરવાનું છે,’’ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જેબી પાર્કે જણાવ્યું હતું.
જ્યુરીમાં સેમસંગની આગેવાની, શિક્ષણ જગત અને સરકારમાંથી નિષ્ણાતોનો સમાવેશ થતો હતો, જેમ કે, શ્રી મોહન રાવ ગોલી (એમડી, એસઆરઆઈ- બી), શ્રી પંકજ મિશ્રા (સીટીઓ, એસઆરઆઈ-ડી), શ્રી યુરાન કિમ (એમડી, એસડીડી), શ્રી કેવાય રૂ (એમડી, એસઆરઆઈ- એન).
અન્ય જ્યુરી સભ્યો મૂલ્યાંકન પ્રક્રિયામાં ક્રોસ- ડોમેન નિપુણતા અને વૈવિધ્યપૂર્ણ પરિપ્રેક્ષ્ય લાવ્યા છે. પેનલમાં એમઈઆઈટીવાય સ્ટાર્ટઅપ હબના સીઈઓ ડો. પી. એસ. મદનગોપાલ, આઈઆઈટી દિલ્હી ખાતે ડિઝાઈનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. શ્રીનિવાસન વેન્કટરામા, ભારત સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર કાર્યાલય સાયન્ટિસ્ટ જી ડો. રાકેશ કૌર, સ્ટાર્ટઅપ ઈન્ડિયાના હેડ મમથા વેન્કટેશ, અટલ ઈનોવેશન મિશન, નીતિ આયોગના ડાયરેક્ટર હિમાંશુ જોશીનો સમાવેશ થતો હતો, જે દરેકે સર્વ ચાર થીમમાં એન્ટ્રીઓનું મૂલ્યાંકન કર્યું હતું. તેમની સાથે અમેરિકન એમ્બેસી સ્કૂલના ડાયરેક્ટર ડો. રેન્ડ હેરિંગ્ટન, જેમણે સ્પોર્ટ એન્ડ ટેકઃ ફોર એજ્યુકેશન એન્ડ બેટર ફ્યુચર્સ થકી સામાજિક પરિવર્તન થીમ માટે જ્યુરી પર સેવા આપી હતી, અને ડીપીઆઈઆઈટીના ડાયરેક્ટર ડો. સુમીત કે. જારંગલનો સમાવેશ થતો હતો.
એવોર્ડસ સમારંભમાં માનવંતા મહેમાનોમાં ભારત સરકાર માટે પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર અજય કે સૂદ, ભારતમાં યુનાઈટેડ નેશન્સના નિવાસી સમન્વયક શોમ્બી શાર્પ, એફઆઈઆઈટી, આઈઆઈટી દિલ્હીના મેનેજિંગ ડાયરેક્ટર ડો. નિખિલ અગરવાલ અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી યંગ લીડર પ્રજ્ઞા મોહનનો સમાવેશ થતો હકો.
“યુવા ઈનોવેટર્સની આ પેઢી ભારતની અચૂક જરૂરત છે. તેઓ વૈશ્વિક સ્તરે થઈ રહ્યું છે તેનું અનુકરણ કર્યા વિના હેતુ સાથે ડિઝાઈનિંગ કરવા સક્ષમ છે. વિચારો તળિયાના સ્તરથી ઊભરી આવે, સ્થાનિક પડકારોમાં મૂળિયાં ધરાવતાં હોય ત્યારે તે પ્રોડક્ટ નેશન તરીકે આપણી ટ્રેજેક્ટરીમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે,’’ એમ ભારત સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. અજય કે. સૂદે જણાવ્યું હતું.
ભારતના ભવિષ્ય માટે ઈનોવેશન પ્રેરિત કરવું
આ વર્ષની આવૃત્તિમાં દરેક ભારતીય રાજ્યમાંથી સહભાગ જોવા મળ્યો હતો, જેમાં ટિયર 2 અને ટિયર 3 શહેરોમાંથી મજબૂત પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું, જે ઈનોવેશન સમાવેશક અને પહોંચક્ષમ બનાવવાના સેમસંગના ધ્યેયને સમર્થન આપે છે. AI-પાવર્ડ એક્સેસિબિલિટી ટૂલ્સથી સસ્ટેનેબિલિટી એપ્સ સુધી આ પ્રોજેક્ટ્સ સમુદાયોમાં પરિવર્તન લાવવા માટે યુવા પ્રેરિત ટેકનોલોજીની શક્તિ પ્રદર્શિત કરે છે.
સક્ષમ મેન્ટોરશિપ થકી સેમસંગ આરએન્ડડીને પહોંચ અને આઈઆઈટી દિલ્હી ખાતે ઈન્ક્યુબેશન થકી સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025એ ઈનોવેટર્સની ભારતની ભાવિ પેઢીને પોષવાનું, ભારત અને તેની પાર ટેકનોલોજીના ભવિષ્યને આકાર આપવાનું ચાલુ રાખ્યું છે.



