મનપા અધિકારીઓ , રેલવે પોલીસ સ્ટાફ, સેનિટેશન સ્ટાફ તેમજ એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ સફાઈ ઝુંબેશમાં જોડાયા
સુરત:,રવિવાર: આજે તા.15મીએ પવિત્ર નવરાત્રિ પર્વના પ્રથમ નોરતે બે માસ માટે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે, આજરોજ સમગ્ર રાજ્યમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સઘન સાફ સફાઈ કરી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે આજે સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ, રેલવે પોલીસ સ્ટાફ, સેનિટેશન સ્ટાફ તેમજ એન.જી.ઓ.ના પ્રતિનિધિઓની ટીમ દ્વારા સચિન રેલ્વે સ્ટેશન પર સ્વચ્છતા હી સેવા ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રેલ્વે સ્ટેશન ખાતે પ્લાસ્ટિક વેસ્ટ એકત્રીકરણ, ઘન કચરાનો નિકાલ, બિનઉપયોગી છોડ, ઘાસ, ઝાડી-ઝાંખરા અને કચરાને દુર કરવા સહિતની સફાઈ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.