પ્રસ્તુત છે રૂ. 18999માં ગેલેક્સી A16 5G: અલ્ટ્રા-વાઈડ, 6 વર્ષના OS અપગ્રેડ્સ સાથે ટ્રિપ કેમેરાની વિશિષ્ટતાથી તમારી ક્રિયેટિવિટી ઉજાગર કરો
પ્રસ્તુત છે રૂ. 18999માં ગેલેક્સી A16 5G: અલ્ટ્રા-વાઈડ, 6 વર્ષના OS અપગ્રેડ્સ સાથે ટ્રિપ કેમેરાની વિશિષ્ટતાથી તમારી ક્રિયેટિવિટી ઉજાગર કરો
ગુરુગ્રામ, ભારત, 18 ઓક્ટોબર, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ભારતમાં રૂ. 18999થી શરૂ થતા ગેલેક્સી A16 5Gના લોન્ચની ઘોષણા કરાઈ છે.
ઉપભોકતાઓ માટે પહોંચક્ષમ કિંમતે ઓસમ ઈનોવેશન્સ લાવતાં ગેલેક્સી A16 5G દ્વારા OS જનરેશન્સની 6 જનરેશન્સ અને 6 વર્ષની સિક્યુરિટી અપડેટ્સ પૂરી પાડીને ભારતમાં મિડ-રેન્જ સ્માર્ટફોન્સ માટે નવું ધોરણ સ્થાપિત કર્યું છે.
સેમસંગ ગેલેક્સી A16 5G બે વેરિયન્ટ્સમાં મળશે, જેમાં 8 GB/128 GB અને 8 GB/256 GB ગોલ્ડ, લાઈટ ગ્રીન અને બ્લુ બ્લેક જેવા ટ્રેન્ડી કલર્સનો સમાવેસ થાય છે. તે આજથી આરંભ કરતાં રિટેઈલ સ્ટોર્સ, Samsung.com અને Amazon.in અને Flipkart.com સહિત ઓનલાઈન મંચો પર મળશે.
ઓસમ ડિઝાઈન અને પરફોર્મન્સ
સેમસંગ ગેલેક્સી A16 5G સ્લીક અને પ્રેક્ટિકલ તરીકે ઘડવામાં આવ્યા છે. આ ડિવાઈસની પહોળાઈ ફક્ત 7.9mm છે, જે હમણાં સુધીનો સૌથી પાતળો મિડ-રેન્જ ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન છે. પ્રતિકાત્મક ‘કી આઈલેન્ડ’ એસ્થેટિક સાથે રિફાઈન્ડ ગ્લાસટિક બેક અને થિન બેઝલ્સ સાથે દેખાવમાં તે આકર્ષક છે. તેની અદભુત ડિઝાઈન ઉપરાંત સેમસંગ ગેલેક્સી A16 5G મજબૂત 5000mAh બેટરીથી સુસજ્જ છે, જે ઉપભોક્તાઓ સતત તેમની પ્રવૃત્તિ ચાલુ રાખી શકે તે માટે દીર્ઘ ટકાઉ પાવર આપે છે. અપગ્રેડેડ મિડિયાટેકડાયમેન્સિટી 6300 પ્રોસેસર દ્વારા પાવર્ડ તે અત્યંત ઝડપી કનેક્ટિવિટી અને આસાન મલ્ટીટાસ્કિંગ પ્રદાન કરીને તમે ગેમિંગ, સ્ટ્રીમિંગ કે એપ્લિકેશન્સ વચ્ચે સ્વિચિંગ કરતા હોય, તે સ્મૂધ અને લેગ-ફ્રી અનુભવ આપે છે.
ઓસમ કેમેરા અને ડિસ્પ્લે
ડિવાઈસમાં શક્તિશાળી અને વર્સેટાઈલ ટ્રિપલ કેમેરા સિસ્ટમ છે, જેમાં 50 MP વાઈડ, 5 MP અલ્ટ્રા-વાઈડ અને 2 MP મેક્રો લેન્સનો સમાવેશ થાય છે. અલ્ટ્રા-વાઈડ લેન્સ ખાસ મંત્રમુગ્ધ કરનારા લેન્ડસ્કેપ્સ અને વ્યાપક શોટ્સ મઢી લેવા માટે તૈયાર કરાયા છે, જેથી ઉપભોક્તાઓ દરેક ફ્રેમમાં તેમની આસપાસની વધુ દુનિયા મઢીને તેમની ક્રિયેટિવિટી દર્શાવી શકે છે. તેને પૂરક વાઈબ્રન્ટ સુપર AMOLED ડિસ્પ્લે સાથે લાર્જ 6.7” ફુલ HD+ સ્ક્રીન અસલી કલર્સ, ઝડપી મોશન પ્રતિસાદ અને 1 મિલિયનઃ 1નો કોન્ટ્રાસ્ટ રેશિયો પ્રદાન કરે છે, જેથી તે રોમાંચક કન્ટેન્ટ વ્યુઈંગ અને સ્ટ્રીમિંગ માટે આદર્શ બને છે.
ભરોસાપાત્ર અને વિશ્વસનીયતા
સેમસંગે સેમસંગ ગેલેક્સી A16 5G સાથે વિશ્વસનીયતાનો દાખલો બેસાડ્યો છે. તે OS અપગ્રેડ્સની 6 જનરેશન્સ અને સિક્યુરિટી અપડેટ્સનાં 6 વર્ષ પૂરાં પાડે છે, જે મિડ-રેન્જ માર્કેટમાં તેને અલગ તારવે છે અને ફ્લેગશિપ ફીચર્સની વ્યાપ્તિ દર્શાવે છે. આ ઉદ્યોગ અવ્વલ અપગ્રેડ્સ અને અપડેટ્સ ડિવાઈસને હંમેશાં અપટુડેટ રાખશે અને ઉપભોક્તાઓને લાંબા સમય સુધી અત્યંત સહજ અનુભવ મળે તેની ખાતરી રાખશે. તેના સ્થિતિસ્થાપકતા આલેખિત કરતાં આ ડિવાઈસમાં પાણી અને ધૂળ પ્રતિરોધકતા માટે તેને IP54 રેટિંગ ધરાવે છે, જેથી રોજબરોજના પડકારોને ઝીલવાની ખાતરી રાખે છે. આ ડકાઉપણા સાથે પૂરક સેમસંગનું નોક્સ વોલ્ટ ચિપસેટ પિન્સ, પાસવર્ડસ અને પેટર્ન્સ જેવા સંવેદનશીલ ડેટાનું રક્ષણ કરવા માટે તૈયાર કરાય છે, જે સોફ્ટવેર અને હાર્ડવેર ખતરા સામે રક્ષણ માટે અલગ ચેડાંરહિત સ્ટોરેજને કારણે ગ્રાહકોને મનની શાંતિ મળે છે. સેમસંગ ગેલેક્સી A16 5G મજબૂત સલામતી અને લાંબા ગાળાના સંગાથનું એકીકરણ કરીને સ્માર્ટફોન્સમાં વિશ્વસનીયતા માટે નવું ધોરણ સ્થાપિત કરે છે.
ઓસમ ગેલેક્સી એક્સપીરિયન્સીસ
સેમસંગ ગેલેક્સી A16 5G દ્વારા સેમસંગ વોલેટ રજૂ કરાયું છે, જેમાં અજોડ ‘ટેપ એન્ડ પે’ ક્ષમતા એનએફસી (નિયર ફિલ્ડ કમ્યુનિકેશન) દ્વારા પાવર્ડ છે, જે તેને આ કિંમતના સેગમેન્ટમાં અન્ય ડિવાઈસીસથી અલગ તારવે છે. આ ફંકશનાલિટી પેમેન્ટ સુવિધા બહેતર બનાવે છે, જેથી ઉપભોક્તાઓ લેણદેણ આસાનીથી અને કાર્યક્ષમ રીતે કરી શકે છે. ઉપરાંત ડિવાઈસમાં વોઈસ ફોકસ છે, જે ભારતીય ઉપભોક્તાઓને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે, જે ઘોંઘાડિયા વાતાવરણમાં પણ સ્પષ્ટ સંદેશવ્યવહારની ખાતરી રાખે છે. આ વિચારપૂર્વકનાં ઈનોવેશન્સ થકી સેમસંગે આધુનિક ટેકનોલોજીની વ્યાપ્તિ વધારીને તેને કિફાયતી કિંમતે રોજબરોજના ઉપયોગ માટે વધુ પહોંચક્ષમ અને કિફાયતી બનાવી છે.
ઓસમ સિક્યુરિટી અને પ્રાઈવસી
સેમસંગ ગેલેક્સી A16 5G ધુનિક નોક્સ સિક્યુરિટી પ્લેટફોર્મ સાથે સિક્યુરિટી અને પ્રાઈસીને અગ્રતા આપે છે, જેમાં પાસવર્ડ મેનેજમેન્ટસ ક્યોર કરવા માટે સેમસંગ પાસ, વ્યક્તિગત એપ્સ લોક કરવા માટે પિન એપ, સંવેદનશીલ ફાઈલો સ્ટોર કરવા માટે સિક્યોર ફોલ્ડર અને કંટ્રોલ્ડ ફાઈલ શેરિંગ માટે પ્રાઈવેટ શેરનો સમાવેશ થાય છે. આ વ્યાપક ટૂલ્સની શ્રેણી ઉપભોક્તાઓને તેમનો ડેટા સંરક્ષિત રીતે વ્યવસ્થાપન કરવામાં મદદરૂપ થઈને તેમનો એકંદર અનુભવ બહેતર બનાવે છે.
કિંમત અને લોન્ચ ઓફરો
સેમસંગ ગેલેક્સી A16 5G લોન્ચ ઓફરના ભાગરૂપે સેમસંગ ઈન્ડિયાએ ટેના ટેપ એન્ડ પે ફીચર માટે વિશેષ પ્રમોશન ઓફર કર્યું છે. ઉપભોક્તાઓ સેમસંગ વોલેટ થકી પાંચ ટેપ એન્ડ પે વ્યવહારો પૂર્ણ કરે તેમને રૂ.500નું વાઉચર મળશે. આ મર્યાદિત સમયની ઓફર 31 ડિસેમ્બર, 2024 સુધી લાગુ હેશે.
ગેલેક્સી A16 5G
કલર્સ
વેરિયન્ચ
મૂળ કિંમત (INR)
ઓફર્સ
ચોખ્ખી અસરકારક કિંમત (INR)
બ્લુ બ્લેક, ગોલ્ડ અને લાઈટ ગ્રીન
8GB+256GB
21,999
એક્સિસ અને એસબીઆઈ ક્રેડિટ કાર્ડસ પર રૂ. 1000 સુધી બેન્ક કેશ બેક
20,999
8GB+ 128GB
18,999
17,999