અદાણી જૂથમાં રોકાણકારોનો વિશ્વાસ અકબંધ, AEL ના શેર 52 સપ્તાહની ટોચે કોલસાના સપ્લાયમાં અનિયમિતતાના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા
અદાણી જૂથમાં રોકાણકારોનો વિશ્વાસ અકબંધ, AEL ના શેર 52 સપ્તાહની ટોચે કોલસાના સપ્લાયમાં અનિયમિતતાના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા
અદાણી જૂથે કોલસાના પુરવઠામાં અનિયમિતતાના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવતા શેર માર્કેટના રોકાણકારોનો વિશ્વાસ અકબંધ રહ્યો છે. ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ના અહેવાલમાં કરાયેલા કોલસાના પુરવઠામાં અનિયમિતતાના આરોપોને અદાણી જૂથે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. એટલું જ નહીં, કંપની પર નાણાંકીય ગેરરીતિનો આરોપ મૂકતા ભારતીય સમૂહ સાથેના ફિક્સેશન અંગે પશ્ચિમી મીડિયા પર સવાલ ઉઠાવ્યા છે.
કંપનીએ તમિલનાડુ ઈલેક્ટ્રિસિટી કંપનીને કોલસાના સપ્લાયમાં ગેરરીતિનો ઈન્કાર કર્યા બાદ રોકાણકારોએ જૂથમાં દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુરૂવારે, 23 મેના રોજ, અદાણી ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓએ સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક સૂચકાંકોમાં રેકોર્ડ ઊંચાઈ વચ્ચે વેપારમાં વધારો કર્યો હતો. જ્યારે ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર ટ્રેડિંગ સેશનમાં 7.5% વધીને ₹3,377.50ની નવી 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. વળી અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના શેર ₹. 1,430.6 ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા હતા, જે ઈન્ટ્રાડે ટ્રેડમાં BSE પર 4 ટકા આગળ વધ્યા હતા. આ સાથે કંપનીની માર્કેટ કેપ વધીને $ 207.03 બિલિયન સુધી પહોંચી ગઈ છે.
અદાણી ગ્રૂપની કંપનીઓના ફંડામેન્ટલ્સ 2014ની સરખામણીએ વધુ મજબૂત છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રુપની માર્કેટ કેપમાં 56.6 ટકાનો વધારો થયો છે. જે NSE નિફ્ટીના પ્રદર્શન કરતાં વધુ સારું છે.
અદાણી ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લોડિંગ અને ડિસ્ચાર્જ પોઈન્ટ પર કોલસાની ગુણવત્તાનું સ્વતંત્ર રીતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કસ્ટમ ઓથોરિટી અને તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કંપની (TANGEDCO)ના અધિકારીઓએ પણ તેની તપાસ કરી હતી. તેમણે ઉમેર્યુ હતું કે “સપ્લાય કરાયેલા કોલસાનું એજન્સીઓએ અલગ-અલગ સ્થળોએ વિગતવાર ગુણવત્તા પરીક્ષણ કરાયુ હતું. તેથી એ સ્પષ્ટ છે કે હલકી ગુણવત્તાના કોલસા સપ્લાયનો આરોપ સંપૂર્ણપણે વાહિયાત છે.”
અદાણી ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “ચૂકવણી સપ્લાય કરવામાં આવતા કોલસાની ગુણવત્તા પર આધારિત છે. જેને પરીક્ષણ પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવે છે.” વળી તે રિપોર્ટમાં ડિસેમ્બર 2013માં કોલસા વહન કરતા જહાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, વાસ્તવમાં ફેબ્રુઆરી 2014 પહેલા ઈન્ડોનેશિયાથી કોલસો લાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો જ નથી.