ગુજરાત

અમદાવાદ નજીક આવેલ કણભા ગામના બાળકો ની ઈસરો ની મુલાકાત 

અમદાવાદ નજીક આવેલ કણભા ગામના બાળકો ની ઈસરો ની મુલાકાત

સરકારશ્રીની નવી શિક્ષણનીતી અનુસાર વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે નવા અભિગમો કેળવે અને નવા આયામો પ્રાપ્ત કરે તે હેતુથી શ્રી વેરાઈ માતાજી મંદિર ટ્રસ્ટ, કણભા દ્વારા ઈસરો (ISRO), અમદાવાદ ની એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામા આવેલ.

 

વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં હરણફાળ ભરી રહેલા આપણા ઉન્નતિશીલ ભારતના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, વિજ્ઞાન પ્રત્યે રસ અને રુચિ વધે, વૈજ્ઞાનિક શક્તિ જાગૃત થાય તે હેતુથી કણભા ગામ લેઉઆ પાટીદાર સમાજના ધોરણ – ૬ થી ૧૨ માં અભ્યાસ કરતા ૪૫ બાળકોને , કોઈ પણ ખર્ચ લીધા વગર અમદાવાદ સ્થિત ઈસરો (Indian Space Research Organisation) ની એક દિવસીય શૈક્ષણિક મુલાકાતનું તા- ૧૭ – ૧૨- ૨૦૨૩, રવિવાર ના રોજ પ્રશંસનીય આયોજન થયું હતું.

 

બાળકોને અગવડ વગર મુસાફરી થાય તે રીતે શ્રી વેરાઈ માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

• શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ માટે સવારે પૌષ્ટીક નાસ્તો તથા બપોરે ભોજન ની સગવડ ગોઠવી હતી. દિવસના અંતે નજીક માં સુંદરવન પાર્ક માં અતિ સુંદર quiz competition અને prize ceremony નું પણ ભવ્ય આયોજન ગોઠવાયું હતું.

 

પ્રસંગ ના આયોજક શ્રી વેરાઈ માતાજી મંદિર ટ્રસ્ટ, કણભા દ્વારા થોડા સમય પેહલા આ જ રીતે વિજ્ઞાન નગરી (સાયન્સ સિટી) ના પ્રવાસનું સર્વે વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ રીતે ની:શુલ્ક પ્રેરણારૂપ આયોજન થયું હતું. જુલાઈ ૨૦૨૩ માં ચંદ્રયાન ૩ ના અતિ ભવ્ય સફળ લોન્ચિંગ ને ધ્યાન માં રાખી આ વર્ષે ઈસરો ની મુલાકાત નક્કી કરવામાં આવી હતી. આવતા વર્ષે વિક્રમ સારાભાઈ સ્પેસ સેંટર ના પ્રવાસ નું વિચારેલ છે.

 

તા-૨૪-૧૨-૨૦૨૩, આગામી રવિવાર ના રોજ દર વર્ષ ની પરંપરા મુજબ કણભા ગામ લેઉઆ પાટીદાર સમાજના ધોરણ – ૯ થી ઉપર તમામ શૈક્ષણિક અને બિન શક્ષણિક પરીક્ષા અને સ્પર્ધા માં સારું પ્રદર્શન કરેલ સર્વે વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવાનો ઇનામ વિતરણ કાર્યક્રમ નિર્ધારિત થયેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button