લેન્ક્સેસએ નરમ માર્કેટ પરિસ્થિતિનો સામનો કરવા પગલાં લીધા

લેન્ક્સેસએ નરમ માર્કેટ પરિસ્થિતિનો સામનો કરવા પગલાં લીધા
પોર્ટફોલિયો અને વોલ્યુમ અસરને કારણ બીજા ત્રિમાસિક ગાળામાં વેચાણ 12.6 ટકા ઘટીને 1.47 અબજ યુરો થયું
અપવાદ પૂર્વેની ઇબીઆઇટીડીએ વાર્ષિક ધોરણે 17.1 ટકા ઘટીને 150 મિલીયન યુરો થઇ
મુંબઇ, 28 ઓગસ્ટ, 2025: નરમ વૈશ્વિક માર્કેટ પરિસ્થિતિએ લેન્ક્સેસ (LANXESS)ના 2025ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો પર માઠી અસર કરી છે. સ્પેસિયાલિટી કેમિકલ્સ કંપનીએ અપવાદ પૂર્વે ઇબીઆઇટીડીએ 150 મિલીયન યુરો હાંસલ કરવામાં આવી છે, જે પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની 181 મિલીયન યુરોની તુલનામાં 17.1 ટકાનો ઘટાડો દર્શાવે છે. 1 એપ્રિલ, 2025ના રોજ યુરેથેન સિસ્ટમ્સ બિઝનેસ યુનિટના વેચાણે પણ કમાણીમાં ઘટાડામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. બીજા ત્રિમાસિક ગાળાનું વેચાણ 1.466 અબજ ડોલરનું થયું છે, જે પાછલા વર્ષના 1.678 અબજ યુરોના આંકડા સામે 12.6 ટકાનો ઘટાડો દર્શાવે છે.
“તાજેતરના મહિનામાં આર્થિક વાતાવરણ વધુ બગડ્યુ છે. વધુમાં હાલમાં અમેરિકા સાથેની આગળ ધપી રહેલી ટેરિફ અંગેની ચર્ચા પણ માર્કેટની અનિશ્ચિતતા માટે વધુ કારણભૂત છે અને યુરોપીયન કેમિકલ ઉદ્યોગ માટે પરિસ્થિતિને વધુને વધુ ઉત્તેજક બનાવી રહી છે. “હાલમાં આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો દેખાતો નથી,” એમ લેન્ક્સેસના CEO મેથિયાસ ઝેચર્ટએ જણાવતા ઉમેર્યું હતુ કે “અમારા માટે, આનો અર્થ એ છે કે બજારમાં શ્રેષ્ઠ શક્ય સ્થિતિ પ્રાપ્ત કરવા પર, તેમજ ખર્ચ, માળખા અને પ્રક્રિયાઓના સંદર્ભમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવું તેવો છે. જ્યારે અર્થતંત્ર ફરીથી વેગ પકડશે, ત્યારે અમે વધારાની માંગને વધુ કાર્યક્ષમ અને નફાકારક રીતે પૂરી કરવા માટે તૈયાર અને સક્ષમ રહીશું.”
બીજા ત્રિમાસિક ગાળામાં અપવાદો પહેલાં ઇબીઆઇટીડીએ માર્જિન 10.2 ટકા હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 10.8 ટકા હતો.
વર્ષના બાકીના સમયગાળા માટે અપેક્ષિત સતત નબળી માંગને કારણે, લેન્ક્સેસ નાણાકીય વર્ષ 2025 માટે તેના માર્ગદર્શનને સમાયોજિત કરી રહ્યું છે અને હવે 520 મિલિયન યુરો અને 580 મિલિયન યુરો વચ્ચે અપવાદો પહેલાં ઇબીઆઇટીડીએની અપેક્ષા રાખે છે. આમાં ક્લોરિન સપ્લાયર તરફથી સપ્લાય પ્રતિબંધો સંબંધિત 10 મિલિયન યુરોનો બોજ સામેલ છે. ગ્રુપે અગાઉ 600 મિલિયન યુરો અને 650 મિલિયન યુરો વચ્ચેની કમાણીની અપેક્ષા રાખી હતી.