સરસ્વતી તાલુકાના સિંચાઇના પાણી પ્રશ્ને ” દાંતીવાડા ડેમ આધારીત ગઢ શાખાના” રૂ.૯.૬૯ કરોડના કામો મંજુર કરાવતા કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત

સરસ્વતી તાલુકાના સિંચાઇના પાણી પ્રશ્ને ” દાંતીવાડા ડેમ આધારીત ગઢ શાખાના” રૂ.૯.૬૯ કરોડના કામો મંજુર કરાવતા કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત
સિદ્ધપુર વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે જવાબદારીઓ સંભાળતા કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સિંચાઇ અને પાણીના પ્રશ્ને સતત જાગૃત છે. આ માટે મુશ્કેલીઓ ભોગવતા ઉત્તર ગુજરાતના સિદ્ધપુર,સરસ્વતી સહિતના વિસ્તારના ગામો માટે માન. મુખ્ય મંત્રી તેમજ સિંચાઇ મંત્રી સમક્ષ“દાંતીવાડા ડેમ આધારીત ગઢ શાખા “ના કામો મંજુર કરવા ભલામણ કરેલ હતી.
આ ભલામણને આધારે સિંચાઇ વિભાગ દ્વારા ગઢ શાખાના મરામત અને નિભાવણી માટે રૂ.૨.૩૪ કરૉડનુ ટેન્ડર મંજુરીમાં રજુ કરેલ છે.ગઢ શાખાની જ ચાર બ્રાન્ચ કેનાલ (૭/આર,૮/એલ,૯/એલ, અને ૧૦/આર) માટેના રૂ. ૧.૨૬ કરોડના અંદાજ મંજુરી હેઠળ છે. આ ઉપરાંત શાખા ૧૨/એલ. માટે રૂ.૨.૦૨ કરોડ, ૧૬/એલ. માટે રૂ. ૧.૦૮ કરોડ અને ૧૫/આર માટે રૂ ૨.૨૧ કરોડના અંદાજ મંજુરીમાં રજુ થયેલ છે. આમ કુલ રૂ. ૯.૬૯ કરોડના કામો મંજુર કરાવેલ છે. જે કામોના અમલીકરણથી દાંતિવાડા ડેમ આધારીત કેનાલથી સિંચાઇનુ પાણી મેળવતા સરસ્વતી તેમજ સિધ્ધપુર તાલુકાના ૧૯ તેમજ છેવાડાના ગામોને સિંચાઇ માટેનુ પુરતુ પાણી મળશે.
આ ઉપરાંત માનનીય મંત્રી દ્વારા દાંતીવાડા કેનાલની સાસમ તા પાલનપુર મુડવાડા તેમજ કાલેડા બ્રાંચ કેનાલોનેને સિદ્ધપુર તાલુકાના કાકોશી વિસ્તારના ગામો સુધી લંબાવવા તેમજ માતપુર-કલ્યાણા પાઇપલાઇન આધારીત કલ્યાણા પંપીંગ સ્ટેશન આધારીત યોજનાથી સરસ્વતી તાલુકાના વામૈયા,કોટાવડ આજુબાજુના ૯- ગામોના તળાવ નર્મદા કેનાલ આધારીત પાણીથી ભરવા રજુઆત કરેલ છે. આ કામ થવાથી સમગ્ર સિધ્ધપુર મત વિસ્તારના સિંચાઇ તેમજ પીવાના પાણીના પ્રશ્ન હળવા થશે અને તાલુકાના નદી કાંઠાના ગામોમાં સિંચાઇ/પીવાના પાણીના સ્તર ઉંચા આવશે અને સિદ્ધપુર મત-વિસ્તારના ખેડુત અને સામાન્ય લોકોને જીવનધોરણ ઉંચુ લાવવા ઉપયોગી થશે