બિગ બેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોમ્બર સુધી Magics પ્રેઝેંટ માય મોમ, માય સુપરસ્ટાર સીઝન -3 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
ત્રણ દિવસીય ઇન્ટર સ્કૂલ મોમ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લેશે
સુરત: સુરત સહિત ગુજરાતની નામાંકીત સ્પોર્ટ્સ લીગ તરીકે સ્થાન પામનાર બિગ બેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા સતત ત્રીજા વર્ષે સુરતના આંગણે મહિલાઓ માટે Magics HAIR CARE પ્રેઝેન્ટ્સ માય મોમ, માય સુપરસ્ટાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસીય આ ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી 29 મી સપ્ટેમ્બરથી 1 ઓક્ટોમ્બર સુધી યોજાશે, જેમાં 32 ટીમો ભાગ લઈ રહી છે.
આ આયોજન અંગે બિગ બેશ સ્પોર્ટ્સ લીગના ફાઉન્ડર અને મહિલા ઉધોગ સાહસિક Shital M. Pithawalla અને Mehul A. Pithawalla એ માહિતી આપતા જણાવ્યું હતું કે બિગ બેશ સ્પોર્ટ્સ લીગ એ રમતો અને રમતવીરોને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડતું રહ્યું છે. બિગ બેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા દર વર્ષે ખાસ મહિલાઓને કેન્દ્રમાં રાખીને માય મોમ, માય સુપરસ્ટાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વખતે તારીખ 29 મી સપ્ટેમ્બરથી 1 ઓક્ટોમ્બર સુધી Magics HAIR CARE પ્રેઝેંટ્સ માય મોમ, માય સુપરસ્ટાર સીઝન 3 નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં એવી મહિલાઓ ભાગ લઈ રહી છે કે જેઓ બાળકોની માતાઓ છે. વિવિધ સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોની માતાઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી. મહિલાઓની કુલ 32 ટીમો વચ્ચે ક્રિકેટનો આ મહામુકાબલો ખેલાશે. આ લીગની સફળતાનો શ્રેય રાજ્યના રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવી અને વિવિધ સ્કૂલોને જાય છે. ટુર્નામેન્ટના કો એસોસિયેટ steam house અને BMW Eminent cars અને સુરત મહાનગર પાલિકા છે. જ્યારે એસોસિએટ તરીકે CASX, Gyaaniv, Babubhai sweets, Procon RMC, L.P.Savani Sport’s Complex, NUA, Pachchigar and son’s jwellers, Coco, Khushi, Dr.BWC, Triyom Realty અને Chique છે.