લાઈફસ્ટાઇલ

તમને તમારું બચપણ યાદ આવે છે ખરું?

તમને તમારું બચપણ યાદ આવે છે ખરું?

આપણે બહુ જલ્દી મોટા થઈ ગયા હોય એમ હવે લાગે છે બચપણની યાદો જયારે તાજી થાય છે તે વખતે મન બચપણની સોનેરી યાદોમાં ખોવાઈ જાય છે. કેવા મજાના રમતીયાળ મજાના દિવસો હતા સાચા અર્થમાં ભાર વિનાના ભણતરના દિવસો હતા લઘરવઘર સફેદ બુશશર્ટ ખાખી અર્ધી બટનવાલી ચડ્ડી ને બગલ થેલા જેવું જૂનું દફ્તર એલ્યુમિનિયમની અને પતરાની સફેદ પેટી પછી આવી.લખવામાં સફેદ પેન ઇન્ડિપેન નહીં સાદી સફેદ પેન જે કોઈ કોઈ બાળકો ખાઈ જતા હતા અને કાળી સ્લેટ હતી નોટબુકનું ચલણ પછીથી આવ્યું ગાઈડ અપેક્ષિતનું નામ કોઈએ સાંભળ્યું પણ નહોતું.મોટા ભાગે માત્ર પુસ્તકો સ્લેટથી કામ ચાલી જતું હતું શિક્ષકો ભગવાનનું બીજુરૂપ ગણાતા હતા આપના શિક્ષકના હાથની ફૂટપટીનો માર મારાં જેવા કેટલા નસીબદાર મિત્રોને મળ્યો હશે જ પરીક્ષા પછી દોઢ મહિના લાંબુ વેકેશન મળતું હતું પ્રાથમિક શિક્ષણ ધોરણ સાત સુધી ગણાતું હતું પછી ધોરણ ૮ થી ૧૧ માધ્યમિક શિક્ષણ ગણાતું હતું અગિયારમા ધોરણની પરીક્ષા મેટ્રિકની પરીક્ષા કહેવાતી હતી આરામથી વિદ્યાર્થીઓ પાસ થઈ જતા હતા કોઈ ટ્યુશન નહી કોઈ એક્સટ્રા ક્લાસ નહી
વેકેશનનો કઈ અલગ જ ઠાઠ હતો સ્વારથી. સાંજ સુધી અવનવી રમતોનો દોર જામતો હતો ગલી શેરીમાં ક્રિકેટ જેને એ સમયે બોલબેટ કહેતા હતા કબ્બડી ગિલ્લી દંડા. આજના બાળકોએ ગિલ્લી દંડા આરસની મંજી. સફેદ ગોળાકાર મનજો કોઈ દિવસ જોયો છે ખરો?છપ્પો ખોખો જેવી રમતોમાં વેકેશન ક્યાં પૂરું થઈ. જતું એ પણ ખબર પડતી નહી માચીસ સિગારેટના ખાલી ખોખા એક મોટો અસબાબ ગણાતો હતો તે વખતે જે ચિત્ર ચાલતું હોય એના નાના કલર ફોટા સિનેમા મળતા હતા એનું એ સમયે જબ્બર આકર્ષણ રહેતું હતું ઝાડ પર ચડવાની બહુ મજા આવતી હતી કાચી કેરીઓ ઝાડ પરથી ચોરી કરીને ખાવાની મજા કઈ ઓર જ હતી
ઘરના ઓટલા પર સાપ સીડી પત્તાની રમતો ચાલતી રહેતી હતી કેરમ બોર્ડની રમતો લાંબા સમય સુધી ચાલતી રહેતી હતી
બપોરના સમયે બરફના પંગના ગોલાની લારી ઘંટી વગાડતા વગાડતા લારીવાલા ભાઈ આવતા હતા પંગની લારી પર બાળકો ભીડ જમાવતા હતા પંગ ખાઈને ઠંડક થઈ જતી હતી.સફેદ ગોલા પર રંગીન સરબત નાખીને ખાવાની ખુબ જ મજા આવતી હતી લારીવાલા ભાઈ બરફનો જે ટુકડો વધતો એ વારાફરતી બાળકોને આપી ખુશ કરી દેતો હતો પાડોશીની કાર બંધ થઈ જતી હતી તો બાળકો ધક્કા મારી કાર ચાલુ કરી દેતા હતા બદલામાં બાળકોને કારવાલા ભાઈ એક રાઉન્ડ કારમા ફરવા લઈ જતા હતા
એ સમયે પ્રમાણમાં ગરીબી હતી પણ બધા દિલના અમીર હતા એક જાતની નિરાંત મોકળાશ હતી કોઈનું પણ કોઈ કામ અટકતું નહી સરળતાથી પતિ જતું હતું પૈસા બે પૈસામાં આના બે આનામા ખાણીપીણી અને ભરપૂર મનોરંજન થઈ. જતું હતું પાંચ પૈસા દસ પૈસાની વેલ્યુ હતી તાંબાનો ૨૦ પૈસાનો સિક્કો બહુ મૂલ્યવાન ગણાતો હતો ૨૫ પૈસા એક પાવલી ગણાતી હતી ૫૦ પૈસા આઠ આના ગણાતા હતા.એક રૂપિયા અને બે રૂપિયાની નોટ ચલણમા હતી
સાંજના સમયે ગલી શેરીમાં દાણા ચણાવાલા ભૈયાભાઈ કાકા આવતા હતા દાણાને ગીરીયા કહેવાતા હતા ચાર આના કે આઠ આઠ આનામાં ખિસ્સા ભરાઈ જાય એટલા દાણા ચણા આવતા હતા એક રૂપિયામા દાણા કે મમરાનું ભેલ આવતું હતું એનો સ્વાદ હજી મોઢામાં રહી ગયો છે પાણીપુરીવાલા ભાઈ આવતા હતા મહિલાઓ પાણીપુરીની લારી પર ભીડ કરી દેતી હતી એક રૂપિયાની દસ પૂરીઓ આવતી હતી છેલ્લા સુરમાંની એક પુરી મફત મળતી હતી કોલીટીવાલા ભાઈ આવતા હતા એક રૂપિયાની કેન્ડી આપતાં હતા પંગવાલાની લારીની બાળકો આતુરતાથી રાહ જોતા હતા માત્ર દસ પૈસામા કલરફુલ ગોળો ખાવા મળતો હતો.સફેદ બરફના ભુક્કા પર જાતજાતના કલરવાલા સરબત નાખી આપતાં હતા સરબત પીવું હોય તો પચાસ પૈસામાં મળી જતું હતું છેલ્લો વધેલો બરફનો ટુકડો બાળકોને ફ્રીમા ખાવા મળતો હતો
લગ્નમાં ભજીયા ખમણ દાળ ભાત ફરજીયાત રહેતા હતા ક્યારેક રસપુરી કે શ્રીખંડ પુરી ખાવા પણ મળી જતી હતી મોહનથાળનો એક જમાનો હતો બે ટુકડામાં પેટ ભરાઈ જતું હતું
એક જોડી કપડાં આખુ વરસ ચાલતા હતા સ્લીપર ચપ્પલ ૨૦ રૂપિયાની મળી જતી હતી ફિલ્મ જોવી હોય તો ગુજરાતી ફિલ્મો કરમુક્ત સસ્તી પડતી હતી કેપિટોલ સૌથી સસ્તું થિએટર હતું માત્ર ૭૦ પૈસામા પડદા આગળ ફિલ્મ જોવા મળતી હતી અપર ૧/૨૦ પૈસા બાલ્કની ૨/૧૦ પૈસા હતી તેં વખતે ૭૦ પૈસાની પણ બહુ વેલ્યુ હતી જાહેર બાગબગીચા ઓછા પણ સમૃદ્ધ હતા બાળકો માટે લપસણી ઝૂલા બીજી સુવિધાઓ હતી
ખરેખર કોઈ મને ફરીથી બાળક બનાવી દે તો કેટલું સારુ ચન્દ્ર પર પહોંચવા કરતા મોટાઓને ફરીથી બાળક બનાવવા છે તમે મને સાથ આપશો?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button