મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રુપ સાથે રુ.૫૦,૦૦૦ કરોડના રોકાણ સાથે હાઈપરસ્કેલ ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા

મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રુપ સાથે રુ.૫૦,૦૦૦ કરોડના રોકાણ સાથે હાઈપરસ્કેલ ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા
આ સેન્ટર મુંબઇ, નવી મુંબઇ કે પૂણેમાં સ્થપાશે
આંતરમાળખાનું સંચાલન રીન્યુએબલ ઉર્જાથી કરવા આયોજન
દાવોસ, ૧૭ જાન્યુઆરી ૨૦૨૪: વિશ્વના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમૂહમાંના એક અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ,અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે આજે ૧ ગિગાવોટની ક્ષમતાના હાઇપરસ્કેલ ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીની હાજરીમાં આજે અહીં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર અંતર્ગત આગામી ૧0 વર્ષમાં રૂ. 50,000 કરોડનું રોકાણ કરવામાં આવશે.
રીન્યુએબલ એનર્જી સંચાલિત સૂચિત ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ મુંબઈ, નવી મુંબઈ કે પૂણે જેવા મુખ્ય સ્થળોએ કરવામાં આવશે,તેના ફળ સ્વરુપે મહારાષ્ટ્રમાં ગ્રીન એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉમેરો થશે. ૨0,000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવનારા. સૂચિત ૧ ગિગાવોટના હાઇપરસ્કેલ ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વીજળી પૂરી પાડવા માટે અદાણી ગ્રૂપ ડીમ્ડ ડિસ્ટ્રિબ્યુશન રોકાણ કરવાનો ઇરાદો ધરાવે છે.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓને પ્રોત્સાહન આપવામાં રસ ધરાવતી મહારાષ્ટ્ર સરકાર સૂચિત હાઇપરસ્કેલ પ્રોજેક્ટને રાજ્ય માટે આર્થિક અને સામાજિક રીતે ફાયદાકારક માને છે
રીન્યુએબલ ઉર્જાના ક્ષેત્રમાં ન્યૂનતમ હિસ્સો ધરાવનાર મુંબઈ માત્ર થોડા જ વર્ષોમાં સ્વચ્છ ઉર્જા અપનાવવામાં વૈશ્વિક અગ્રણી બનવામાં ઝડપથી પરિવર્તિત થવાના કારણે મુંબઈનો રિન્યુએબલ એનર્જીનો હિસ્સો હવે મોટા વૈશ્વિક શહેરો કરતાં વધી ગયો છે. આ પ્રકારના મેગા પ્રકલ્પોએ મુંબઈની રીન્યુએબલ એનર્જી તરફના પ્રયાણના રાહને સરળ બનાવ્યો છે અને ભારતના વિશાળ રિન્યુએબલ એનર્જી લક્ષ્યાંકોમાં યોગદાન આપતા તેના વ્યાપક ટકાઉપણાના લક્ષ્યો સાથે સારી રીતે તાલબધ્ધ થાય છે.
અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.[AEML] એ ગત ૨૦૨૩ના વર્ષમાં રીન્યુએબલના સ્ત્રોતોમાંથી મુંબઈના ગ્રાહકોની ૩૮ ટકા વીજળીની જરૂરિયાતોને સફળતાપૂર્વક સંતોષી છે અને ૨૦૨૭ સુધીમાં તે ૬0 ટકાના લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે.