સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટનો સૌથી સ્લિમ સ્માર્ટફોન ગેલેક્સી M56 5G રજૂ

સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટનો સૌથી સ્લિમ સ્માર્ટફોન ગેલેક્સી M56 5G રજૂ
ગેલેક્સી M56 5Gમાં ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેકશન અને અનેક અત્યાધુનિક ઈનોવેશન્સ
ગુરુગ્રામ, ભારત, 18મી એપ્રિલ, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેના સેગમેન્ટમાં સૌથી સ્લિમ સ્માર્ટફોન ગેલેક્સી M56 5G લોન્ચ કર્યાની ઘોષણા કરાઈ હતી. લોકપ્રિય ગેલેક્સી M સિરીઝમાં નવો ઉમેરો આગળ અને પાછળ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેકશન, OIS અને 12 MP ફ્રન્ટ HDR સાથે 50MP ટ્રિપલ કેમેરા અને એડવાન્સ્ડ AI એડિટિંગ ટૂલ્સ સાથે ઉત્કૃષ્ટ સ્માર્ટફોન અનુભવ આપે છે.
“અર્થપૂર્ણ ઈનોવેશન્સ પ્રદાન કરવાની અમારી મજબૂત કટિબદ્ધતાના ભાગરૂપ અમને અગાઉ ક્યારેય નહીં તે રીતે સ્ટાઈલ, ટકાઉપણું અને પરફોર્મન્સના શક્તિશાળી સંમિશ્રણ ગેલેક્સી M56 5Gની ઘોષણા કરવામાં ગૌરવની લાગણી થાય છે. આ તેના સેગમેન્ટમાં સૌથી સ્લિમ ફોન છે છતાં આગળ અને પાછળ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેકશન સાથે ટકાઉ બની રહે તે રીતે તૈયાર કરાયો હોઈ તેને આજ સુધીનો સૌથી મજબૂત M સિરીઝ ફોન બનાવે છે. તમે ફ્રન્ટ HDR કેમેરા સાથે યાદોને મઢી લેવા માગતા હોય કે આધુનિક AI એડિટિંગ ટૂલ્સ સાથે ક્રિયાત્મક શક્યતાઓની ખોજ કરવા માગતા હોય, ગેલેક્સી M56 5G તેની પાવર- પેક્ડ વિશિષ્ટતાઓ સાથે સ્માર્ટફોન અનુભવમાં નવો દાખલો બેસાડવા માટે તૈયાર કરાયા છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના ડાયરેક્ટર અક્ષય એસ રાવે જણાવ્યું હતું.
પ્રીમિયમ ડિઝાઈન અને ડિસ્પ્લે
પ્રીમિયમ ગ્લાસ બેક અને મેટલ કેમેરા ડેકો સાથે ગેલેક્સી M56 5G ગેલેક્સી M સિરીઝમાં રિફ્રેશિંગ અને પ્રીમિયમ ડિઝાઈન અપગ્રેડ લાવે છે. સેગમેન્ટમાં સૌથી સ્લિમ હોઈ ગેલેક્સી M56 5G ફક્ત 7.2mm સ્લિમ છે અને તેમાં આગળ અને પાછળ પણ કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસ® પ્રોટેકશન છે, જે તેને જેટલો સ્લીક છે તેટલો જ મજબૂત બનાવે છે. 6.7” ફુલ HD+ સુપર AMOLED+ ડિસ્પ્લે સાથે ગેલેક્સ M56 5G ગ્રાહકોને અદભુત વિઝ્યુઅલ્સ અને ઉચ્ચ સ્તરનો વ્યુઈંગ અનુભવ પ્રદાન કરે છે. વિશાળ ડિસ્પ્લે હાઈ બ્રાઈટનેસ મોડ (HBM) અને વિઝન બૂસ્ટર ટેકનોલોજીની 1200 નિટ્સ સાથે આવે છે, જે ઉપભોક્તાઓ ઘેરા સૂર્યપ્રકાશ હેઠળ પણ તેમની ફેવરીટ કન્ટેન્ટ સહજ રીતે માણી શકે તેની ખાતરી રાખે છે. 120Hz રિફ્રેશ રેટ ટેક- સાવી જન- Z અને મિલેનિયલ ગ્રાહકો માટે સોશિયલ મિડિયા થકી સ્ક્રોલિંગ અત્યંત સહજ બનાવે છે. ગેલેક્સી M56 5G બે મંત્રમુગ્ધ કરનારા રંગો- લાઈટ ગ્રીન અને બ્લેક સાથે આવે છે.