મુંજાણી ટોયોટાનો નવો શોરૂમ, તાડકુવા વ્યારા સોનગઢ રોડ પર!”

વ્યારાના લોકોને કહેતા આનંદ અનુભવીયે છે કે મુંજાણી ટોયોટાનો એકસકલ્યુઝીવ શોરૂમ હવે તાડકુવા વ્યારા સોનગઢ રોડ ખાતે શરુ
વ્યારા: સમગ્ર તાપી ડિસ્ટ્રીકટ અને વ્યારાના લોકોને કહેતા આનંદ અનુભવીયે છે કે મુંજાણી ટોયોટાનો એકસકલ્યુઝીવ શોરૂમ હવે તાડકુવા વ્યારા સોનગઢ રોડ ખાતે શરુ કર્યો છે. મુંજાણી ટોયોટાના ડાયરેકટર અને CEO, ભાવેશ પટેલ એ જણાવ્યું હતું કે આજ રોજ ચૈત્ર નવરાત્રીના શુભ દિવસે અમો વ્યારા ખાતે અમારો નવો ટોયોટાનો શો-રૂમ શરૂ કર્યો છે. જયાં અમે નવી ગાડીની સેલ્સ, એસેસરીઝ, એકસચેન્જ એના સિવાય બધી જ ટોયોટા કારની સર્વિસ પણ અહીં ઉપલબ્ધ રહેશે જેથી હવેથી વ્યરા અને તાપી ડિસ્ટ્રીકટના લોકોને ટોયોટાની કાર લેવા માટે દૂર જવાની જરૂર નથી.
આજથી ૧ વર્ષ પહેલા સુરત-ઉધના ખાતે અમારો પ્રથમ ટોયોટા શોરૂમ શરૂ કર્યો હતો અને લોકોનો ખૂબજ પ્રેમ અને આવકાર અમોને મળ્યો હતો જેના આવકારથી અને ટોયોટા કંપનીનાં સપોર્ટથી અમે આ ટોયોટાનો નવો શોરૂમ વ્યારા ખાતે શરૂ કર્યો છે જેનો અમે ખૂબજ આનંદ અનુભવીયે છે.
આજે નવા શોરૂમના ઉદ્દઘાટન સમારંભમાં વ્યારાના લોકોનો ખૂબ પ્રેમભાવ અને ઉત્સાહ રહયો. “પરમ પૂજય આદર્શ સેવા સ્વામી મહારાજ” આશીર્વાદ આપવા ઉદ્દઘાટક તરીકે ઉપસ્થિત હતા. અને માનનીય રીતેશભાઈ એચ. ઉપાધ્યાય સાહેબ પ્રમુખશ્રી વ્યારા નગરપાલિકા જેમણે પોતાનો કિંમતી સમય ફાળવી ઉપસ્થિતિ આપી અમારા આ પ્રસંગને શોભાવેલ છે. તો અમે બધા વ્યારાવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને એમનો આભાર વ્યકત કરીએ છે. ટોયોટા ગાડીની સર્વિસ પણ અહીં શરૂ થઈ ગઈ છે તો આ બદલ વ્યારાવાસીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.