આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નિકેતન શાળાના શિક્ષિકાઓનું સન્માન કરવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નિકેતન શાળાના શિક્ષિકાઓનું સન્માન કરવામાં આવ્યું
વરાછાના કમલ પાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતનના આચાર્ય તેમજ નવ શિક્ષકોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શિક્ષણ, રાષ્ટ્ર અને સામાજિક કાર્યો માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય ડૉ. રજીતા તુમ્મા ને વી કેર મીડિયા દ્વારા Feminine Empowerment Award 2024 જાહેર કરવામાં આવ્યો હતો. ભાવના સાવલિયા, પુનિતા ઝા, સુમન તિવારી, ભારતી રાણા, રશ્મિતા ભૂત, જાનવી મહાજન, સુમિત્રા વસાવા, હંસા અંબાલિયા, પાયલ દેવસી ને વર્થી વેલનેસ ફાઉન્ડેશન દ્વારા “નારી સાહિત્ય રત્ન સન્માન 2024” જાહેર કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને સંસ્થાઓ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અને મહિલાઓની સામાજિક અને રાજકીય ભાગીદારી દ્વારા એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવાનું કામ કરે છે. તમને જણાવી દઈએ કે, અર્ચના વિદ્યા નિકેતન શાળાએ રાષ્ટ્ર નિર્માણ અને શ્રીમદ ભાગવત ગીતા પર ત્રણ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે.