લેન્ક્સેસ ઇન્ડિયાને બે ગ્લોબલ એન્વાયર્નમેન્ટ અને એનર્જી ફાઉન્ડેશન (GEEF) ગ્લોબલ એવોર્ડઝ મળ્યા

લેન્ક્સેસ ઇન્ડિયાને બે ગ્લોબલ એન્વાયર્નમેન્ટ અને એનર્જી ફાઉન્ડેશન (GEEF) ગ્લોબલ એવોર્ડઝ મળ્યા
- પ્લેટીનમ કેટેગરીમાં ગ્લોબલ સેફ્ટી એવોર્ડ
સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટ કેટેગરીમાં ગ્લોબલ વોટરટેક એવોર્ડ
મુંબઇ, 13 ઓગસ્ટ, 2024: લેન્ક્સેસ ઇન્ડિયાએ બે પ્રતિષ્ઠિત ગ્લોબલ એન્વાયર્નમેન્ટ એન્ડ એનર્જી ફાઉન્ડેશન (GEEF) ગ્લોબલ એવોર્ડ્ઝ જીત્યા છે, જેમાં વર્ષ 2024 માટે પ્લેટીનમ કેટેગરીમાં સેફ્ટી એવોર્ડ અને સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટ કેટેગરીમાં વોટર ટેક એવોર્ડનો સમાવેશ થાય છે. આ પ્રશસ્તીઓ સુરક્ષા ધોરણો અને ટકાઉ જળ સંચાલન આચરણોમાં શ્રેષ્ઠતા પરત્વેની અમારી પ્રતિબદ્ધતા છે.
PTSEના પૂર્ણકાલીન ડિરેક્ટર અને વડા બલરામ ખોટની સાથે PTSEના ઓક્યુપેશનલ સેફ્ટી, Xact, રિસ્પોન્સીબલ કેર અને ટ્રેડ કોમ્પ્લાયન્સના સિનીયર મેજર ભરત મિસાલાએ 26 જલાઇ 2024ના રોજ નવી દિલ્હી ખાયે યોજાયેલી એક ગાલા ઇવેન્ટમાં લેન્ક્સેસ ઇન્ડિયા વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
GEEF ગ્લોબલ સેફ્ટી એવોર્ડ લેન્ક્સેસ ઇન્ડિયાના કેમિકલ ઉદ્યોગમાં સર્વોચ્ચ સુરક્ષા ધોરણો જાળવી રાખવામાં શ્રેષ્ઠ સિદ્ધિને ઓળખી કાઢે છે. પ્લેટીનમ કેટેગરીમાં જીત તેના તમામ કર્મચારીઓ અને હિસ્સા ધારકો માટે સુરક્ષિત કાર્ય પર્યાવરણની ખાતરી કરવામાં સંસ્થાની સમર્પિતતા દર્શાવે છે. લેન્ક્સેસ સમગ્ર જૂથમાં આરોગ્ય રક્ષણ, વ્યાવસાયિક અને પ્રોસેસ સુરક્ષા પર કડક માર્ગદર્શિકા ધરાવે છે. આ માર્ગદર્શિકાઓ મુખ્યત્વે અગાઉથી જોખમને ઓળખી કાઢવા પર અને અકસ્માતો રોકવા માટે તૈયાર કરાયેલ અમલીકરણના પગલાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઝડપથી જે તે ઘટનાને શોધી કાઢે છે અને પ્રતિભાવ આપે છે. સુરક્ષા સિસ્ટમ્સના અગત્યના ફીચર્સમાં ઓપરેટિંગ કાર્યપ્રણાલી તૈયાર કરવામાં કર્મચારીઓની સંડોવણી, જોબ સુરક્ષા વિશ્લેષણ, વર્તણૂંક આધારિત કર્મચારીઓની સંડોવણી પર વધુ ધ્યાન, તંદુરસ્ત કાર્ય મંજૂરી પદ્ધતિ, કોન્ટ્રેક્ટર વ્યવસ્થાપન પદ્ધતિઓ કર્મચારીઓના આરોગ્યમાં સુધારો કરવાના કાર્યક્રમો, મજબૂત ટેકનિકલ કંટ્રોલ પગલાંઓનું અમલીકરણ, અસુરક્ષિત સ્થિતિ અને અસુરક્ષિત કૃત્યોની જાણ કરવા વધુ પડતુ ધ્યાન આપવું, ઘટના વ્યવસ્થાપન પદ્ધતિ, તાલીમ અને અસરકારક તપાસનો સમાવેશ થાય છે.
ટકાઉ વોટર મેનેજમેન્ટ કેટેગરીમાં ગ્લોબલ વોટરટેક એવોર્ડ લેન્ક્સેસ ઇન્ડિયાના ટકાઉ જળ સંચાલન તરફેના નવીન અભિગમ પર ભાર મુકે છે. જળ લેન્ક્સેસની વ્યૂહરચનામાં મધ્યસ્થ ભૂમિકા ભજવે છે. એક કેમિકલ કંપની તરીકે સંસ્થા આર્થિક વૃદ્ધિ અને સ્પષ્ટ લક્ષ્યાંકોને અનુસરવામાં પોતાના જળના વપરાશમાં ઘટાડો કરવાની જવાબદારીનો સામનો કરી રહી છેઃ ખાસ કરીને જ્યાં જળની અછત છે ત્યાં ચોક્કસ જળ વપરાશમાં અને સ્થાનિક જળ વપરાશમાં એકંદરે ઘટાડો કરવો. આ દિશામાં જળ જોખમ વિશ્લેષણ નિયમિત રીતે લેન્ક્સેસની સાઇટ્સ પર હાથ ધરવામાં આવે છે, જેથી “જળ તણાવ” તરીકે જાણીતી, અલબત્ત જેથી જળ ઉપાડ અને પુનઃપ્રાપ્ય જળ પુરવઠા વચ્ચેનો સંબંધની પરિસ્થિતિને સચોટ રીતે માપી શકાય.
ચોક્કસપણે વ્યાખ્યાયિત લક્ષ્યાંકો સાથે અનુસરવામાં આવતા પગલાંઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
જળ રિસાયક્લીંગમાં વધારો કરીને પાણીના ઉપાડમાં ઘટાડો કરવો અને
સ્થાનિક વોટર સ્ટુઅર્ડશિપ પ્રોજેક્ટ્સને અમલી બનાવવા
ઉદાહરણ તરીકે નાગદા સાઇટ ખાતે એફ્લુઅન્ટ ટ્રીટ્મેન્ટ પ્લાન્ટમાંથી થતા ડીસ્ચાર્જને PTRO યુનિટમાં અને ઇવાપોરેટર પ્લાન્ટમાં ટ્રીટ કરવામાં આવે છે જેથી સાઇટ પરથી કોઇ પણ પ્રકારના પ્રવાહી પૂદૂષણ ડીસ્ચાર્જ ન થાય અને તેમાંથી પ્રાપ્ત કરવામાં આવેલા પાણીને ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાશમાં લેવામાં આવે છે. ઉપરાંત, આસપાસની કોલોનીઓના ડોમેસ્ટિક એફ્લ્યુઅન્ટમાંથી પેદા થતા ગ્રે વોટરની સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને આ ટ્રીટ કરેલા પાણીનો થોડો ભાગ અમારી પ્રક્રિયામાં વપરાશમાં લેવામાં આવે છે.
જીત અંગે ટિપ્પણી કરતા, લેન્ક્સેસ ઇન્ડિયાના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નમિતેશ રોય ચૌધરીએ જણાવ્યું હતું કે, “અમે GEEF ગ્લોબલ એવોર્ડ્સ પ્રાપ્ત કરતા સન્માન અનુભવીએ છીએ. અમે ટકાઉ પ્રેક્ટિસને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ જેનો લાભ ફક્ત અમારી સંસ્થાને જ નહીં પરંતુ અમે સેવા આપીએ છીએ તેને અને સમુદાયોને પણ લાભ આપીએ છીએ. મોટા પ્રમાણમાં પર્યાવરણ આ માન્યતાઓ અમને સીમાઓ આગળ ધપાવવા અને ઉદ્યોગમાં ઉદાહરણ તરીકે આગળ વધવા માટે પ્રેરિત કરે છે.”
ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટ ફાઉન્ડેશન (જીઇઇએફ) ગ્લોબલ એવોર્ડ્સ એવી સંસ્થાઓને સન્માનિત કરે છે જે સલામતી, આરોગ્ય, સુરક્ષા વ્યવસ્થાપન, પાણી, ગંદાપાણી અને ટકાઉ વિકાસના વિષયોમાં શ્રેષ્ઠ દેખાવ કરે છે. જ્યુરીમાં સરકાર, શિક્ષણ અને ઉદ્યોગની પ્રતિષ્ઠિત હસ્તીઓનો સમાવેશ થયો હતો.