સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીના ઉપલક્ષમાં નર્સિંગ કાઉન્સિલ દ્વારા જનજાગૃતિ સંદેશ પ્રસરાવ્યો

સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીના ઉપલક્ષમાં નર્સિંગ કાઉન્સિલ દ્વારા જનજાગૃતિ સંદેશ પ્રસરાવ્યો
વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર પરેડ ગ્રાઉન્ડ ખાતે ૨૨મી ગુજરાત રાજ્ય સ્ટુડન્ટ નર્સેસ એસોસિએશન (SNA) દ્વારા જલ હૈ તો કલ હૈ, કેચ ધ રેઇન અને ઓર્ગન ડોનેશન અંગે પરેડ ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ દ્વારા છત્રી ચઢાવી જાગૃતિ સંદેશ પ્રસરાવ્યો
ઇન્ટરનેશનલ નર્સિંગ કાઉન્સિલના બોર્ડ મેમ્બર ટી દિલીપકુમાર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડૉ. અનિલ નાયક ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલે અને વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ સંદેશ સ્લોગન, સુત્રોચ્ચાર કરી પ્રવાસીઓમાં પર્યાવરણ જાગૃતિ સંદેશ આપ્યો હતો અને સરદાર સાહેબની પ્રતિમા આગળ તસ્વીર ખેચાવી ખુશી વ્યક્ત કરી હતી
ધ ટ્રેઇન્ડ નર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (TNAI) ની સ્ટુડન્ટ બ્રાન્ચની ૨૨મી દ્રિવાર્ષિક કોન્ફરન્સ આજે તા. ૧૭ અને ૧૮ જુલાઈ ના રોજ વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સ્થિત બી.આર.જી. ખાતે યોજાઈ હતી આ કોન્ફરન્સમાં ૧૮૦૦ થી વધુ નર્સિંગના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો સાથે ફેકલ્ટી સભ્યો ઇન્ટરનેશનલ નર્સિંગ કાઉન્સિલના બોર્ડ મેમ્બર ટી દિલીપકુમાર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડૉ. અનિલ નાયક ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા એસોસિએશનના સભ્યો અને વિદ્યાર્થી ભાઈ-બહેનો સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં મા રેવાના તટે પ્રકૃતિના ખોળે રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંજે ૫:૧૫ કલાકે મોટી સંખ્યામાં એકત્રિત થઈને હાથમાં છત્રી લઈને જલ હૈ તો કલ હૈ, કેચ ધ રેઇન અને ઓર્ગન ડોનેશન અંગે લોકજાગૃતિનો સંદેશ પ્રવાસીઓમાં પ્રસરાવ્યો હતા અને પ્લે કાર્ડ અને બેનર્સ દ્વારા જલજીવન મિશનનો સંદેશો પાઠવ્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જળ મિશન, જલ હી જીવન હૈ ના મંત્રને કેન્દ્રીય જળ સંસાધન મંત્રીશ્રી સી. આર. પાટીલના સંદેશ સુત્ર સાથે સુરત સહિત ગુજરાત કાઉન્સિલિંગના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ પ્રેરક સંદેશો જનતાને આપ્યો હતો. સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણીના ઉપલક્ષમાં આ કાર્યક્રમ માનવજીવનને પ્રેરક સંદેશો આપવા યોજાયો હતો.
આ પ્રસંગે માધ્યમો સાથે વાતચીત કરતા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉદ્દબોધન કરતા કહ્યું કે “જલ છે તો જીવન છે” અને “અંગદાન મહાદાન” જેવા માનવતાવાદી સંદેશો લઇને રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે અનોખી રીતે જનજાગૃતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેચ ધ રેઇન અંતર્ગત આયોજિત વિશિષ્ટ કાર્યક્રમમાં નર્સિંગ કોલેજના અંદાજે ૧૮૦૦ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. વિદ્યાર્થીઓએ એકતાનાં પ્રતીક સરખી છત્રીઓથી અલગ અલગ આકારોમાં ઊભા રહીને આ પર્યાવરણ જાળવણીનો શક્તિશાળી સંદેશો રજૂ કર્યો હતો. તેમણે “અંગદાન મહાદાન”, “જળ બચાવો, જીવન બચાવો” અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ ઉભા રહીને વિવિધ સુત્રોચ્ચાર કર્યા હતા. અંગદાનમાં અમદાવાદ અને સુરતમાં પણ નોંધ પાત્ર વધારો જોવા મળ્યો છે. ડૉક્ટર અને નર્સિંગએ દર્દીને જોડતી કડી છે. લોકોને વધુને વધુ અંગદાન કરવા એકતા પરેડ ખાતેથી અનુરોધ કર્યો હતો.
કિરણ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની નમ્રતા નૂપુર ઝા એ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાંથી અમે ૧૮૦૦ જેટલી નર્સિંગ કૉલેજના સ્ટુડન્ટો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવ્યા છે જેના પાછળનો હેતુ પાણી બચાવાનો અભિગમ ગ્લોબલ વોર્મિંગને નાથવા માટે આપણે પાણી બચાવાની ખુબ તાતી જરૂર છે. અમારી ખાસ થીમ “કેચ ધ રેઇન’’ અને ‘‘અંગદાન મહાદાન’’ એ આજે દરેક માનવીએ સમજવાની ખુબ જરૂર છે અને લોકોમાં માનવતા જાગૃતિ ફેલાય એ માટે અમે છત્રી ઓઢીને લોકોને એક સંદેશો આપ્યો છે.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ મેમ્બર અને મેડિકલ સ્ટાફ દ્વારા સમૂહ તસ્વીર સેલ્ફી અને સરદાર સાહેબના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશને સાકર કર્યો હતો અને એકતાનગરના વિવિધ પ્રકલ્પો અને પ્રાકૃતિક સૌંદર્યને નજરે નિહાળી ખુશી વ્યક્ત કરી હતી.