અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૭૩ મીટરના કાપડ ઉપર ‘અંગદાન એ મહાદાન’ સૂત્રો થકી જનજાગૃતિ અને અંગદાન સંકલ્પ દિવસની ઉજવણી કરાઇ
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સૌપ્રથમ વખત માતૃભાષામાં માતૃભાષા સહી અભિયાનનો પ્રારંભ
સુરતઃરવિવાર: સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ધી ટ્રેઈન્ડ નર્સિંસ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે સૌ પ્રથમવાર દેશના યશસ્વી વડાપ્રધાનના ૭૩માં જન્મ દિવસની ઉજવણી પ્રસંગે ૨૭૩ મીટરના કાપડ ઉપર ‘અંગદાન એ મહાદાન’ સૂત્રો થકી લોકોમાં જનજાગૃતિ ઉદ્દેશ સાથે સૌપ્રથમ વખત માતૃભાષામાં સહી કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉદ્યોગપતિ જીતુભાઈ વખારિયાએ પોસ્ટર સાથે અંગદાન થીમને પોસ્ટર સાથે અંગદાન અભિયાનનો ખુલ્લો મુક્યો હતો. સાથે જ સહી ઝુંબેશ અભિયાનમાં સહભાગી બની શાંતિના દૂત એવા બલૂન ઉડાડી અંગદાનનો સંકલ્પ કર્યો હતો.
આ અવસરે ઈકબાલ કડીવાલા એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસને અનોખી રીતે યાદગાર બનાવવા અંગદાન સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ઈચ્છાનું મૂળ જ સંકલ્પ છે એટલે મનુષ્ય જેવો સંકલ્પ કરે તેવી ઈચ્છા કરે અને પછી તે ઈચ્છા પૂરી કરવા તેને અનુરૂપ કર્મ કરતો હોય છે. અંગદાનની વાત આવે તો તરત જ સુરતનું નામ મોખરે આવે.અંગદાન થકી અન્યના જીવનમાં રોશની ફેલાવીએ તેવા ઉમદા આશ્યથી રાજ્યના દરેક જનસમૂહ આ જનજાગૃતી અભિયાનને જન આંદોલનમાં ફેરવીએ અમારો સાચો સંકલ્પ છે એમશ્રી કડીવાલાએ જણાવ્યું હતું.
આ અવસરે તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકર, ચેસ્ટ વિભાગના વડા અને સિન્ડિકેટ મેમ્બર ડો.પારૂલ વડગામા, પ્લાસ્ટિક સર્જન ડો. નિલેશ કાછડીયા, નર્સિંગ એસોસિએશનના સેક્રેટરી કિરણ દોમડીયા, ૩૭૩ નર્સિંગ તજજ્ઞો, ઉદ્યોગપતિ જીતુભાઈ વખારીયા, નર્સિંગ એસોસિએશનની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.