કેરળમાં કૂતરાની હત્યા, આરોપી સામે કેસ નોંધાયો

કેરળમાં કૂતરાની હત્યા, આરોપી સામે કેસ નોંધાયો
પોલીસે જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 428 (પ્રાણીઓને ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવું કે મારી નાખવું) અને પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઇડુક્કી, કેરળ : કૌટુંબિક ઝઘડા દરમિયાન તેના સંબંધીના કૂતરાને મારવા બદલ જિલ્લામાં એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ગુસ્સામાં આરોપીએ નાના કૂતરાને હાથમાં લઈને જમીન પર ફેંકી દીધો, જેના કારણે તેનું મોત થઈ ગયું. આ ઘટના શુક્રવારે અહીં નેદુમકંદમ પાસે બની હતી.કમ્બુમેતુ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રાજેશની પડોશમાં રહેતા તેના એક સંબંધી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું, “આરોપી અને પાડોશમાં રહેતા તેના સંબંધી વચ્ચે કેટલીક પારિવારિક સંપત્તિને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી વચ્ચે સંબંધીના પાલતુ કૂતરાએ રાજેશને કરડ્યો હતો.” અધિકારીએ કહ્યું, ” આનાથી તે માણસ ગુસ્સે થઈ ગયો અને તેણે પોમેરેનિયન જાતિના કૂતરાને હાથમાં લઈને તેને જમીન પર ફેંકી દીધો, જેના કારણે તે મૃત્યુ પામ્યો.” પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.