ગુજરાત
જુઓ અલથાણ પોલીસે કરી દિવાળી પર્વની અનોખી ઉજવણી

જુઓ અલથાણ પોલીસે કરી દિવાળી પર્વની અનોખી ઉજવણી
૮૦ અનાથ બાળકો અને ૮૦ સિનીયર સિટીઝન્સને મીઠાઈ અને નવા કપડાઓની ભેટ આપી
નાયબ પોલીસ કમિશનરશ્રી વિજયસિંહ ગુર્જરની પ્રેરક ઉપસ્થિતિમાં અલથાણ પોલીસે શેલ્ટર હોમમાં રહેતા ૮૦ જેટલા અનાથ બાળકો અને ૮૦ સિનીયર સિટીઝન્સ સાથે દિવાળી પર્વની અનોખી ઉજવણી કરી હતી. અલથાણ પોલીસે અનાથ બાળકો અને સિનીયર સિટીઝન્સને મીઠાઈ અને નવા કપડાઓની ભેટ આપીને દિવાળી પર્વની સેવાસભર તેમજ સાર્થક ઉજવણી કરી હતી. DCP શ્રી વિજયસિંહ ગુર્જરે અનાથ બાળકો અને વડીલો સાથે આત્મીય સંવાદ સાધીને તેમને દીપાવલીની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.