સોનાના વાયદામાં રૂ.151 અને ચાંદીના વાયદામાં રૂ.323ની તેજીઃ કોટન-ખાંડી વાયદામાં નરમાઈની આગેકૂચ

સોનાના વાયદામાં રૂ.151 અને ચાંદીના વાયદામાં રૂ.323ની તેજીઃ કોટન-ખાંડી વાયદામાં નરમાઈની આગેકૂચ
કોમોડિટી વાયદાઓમાં રૂ.9741.15 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41044.14 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6653.58 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 19400 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.50786.16 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9741.15 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41044.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19400 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.866.52 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6653.58 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.80325ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.80517 અને નીચામાં રૂ.80299ના સ્તરને સ્પર્શી, રૂ.80289ના આગલા બંધ સામે રૂ.151 વધી રૂ.80440ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.177 ઘટી રૂ.64409ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.36 વધી રૂ.7979ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.257 વધી રૂ.80420ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.91052ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91449 અને નીચામાં રૂ.90774ના સ્તરને સ્પર્શી, રૂ.91051ના આગલા બંધ સામે રૂ.323 વધી રૂ.91374ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.320 વધી રૂ.91331ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.291 વધી રૂ.91308ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1441.97 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.5.45 ઘટી રૂ.819ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત જાન્યુઆરી વાયદો 90 પૈસા વધી રૂ.262ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.2.4 વધી રૂ.251.75ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો રૂ.1.8 વધી રૂ.177.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1636.32 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.6380ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6413 અને નીચામાં રૂ.6321ના સ્તરને સ્પર્શી, રૂ.6340ના આગલા બંધ સામે કોઈ ફેરફાર વગર રૂ.6340ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો કોઈ ફેરફાર વગર રૂ.6344ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.2.6 ઘટી રૂ.267.8ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.2.7 ઘટી રૂ.267.9ના ભાવ થયા હતા.
કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.918.2ના ભાવે ખૂલી, રૂ.1 વધી રૂ.915.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.440 ઘટી રૂ.51930ના ભાવે બોલાયો હતો.