સોનાના વાયદામાં રૂ.2999 અને ચાંદીના વાયદામાં રૂ.597નો સાપ્તાહિક ધોરણે ઘટાડોઃ ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા

સોનાના વાયદામાં રૂ.2999 અને ચાંદીના વાયદામાં રૂ.597નો સાપ્તાહિક ધોરણે ઘટાડોઃ ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા
કોટન-ખાંડીના વાયદામાં રૂ.260ની તેજીઃ મેન્થા તેલ, નેચરલ ગેસના વાયદામાં નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.206838 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1609653 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.154588 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21498 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 9થી 15ના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.1816503.37 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.206838.7 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1609653.17 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21498 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.26532.18 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.154588.46 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.96020ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.96741 અને નીચામાં રૂ.90890ના સ્તરને સ્પર્શી, રૂ.96168ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2999 ઘટી રૂ.93169ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.2517 ઘટી રૂ.74954ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો સપ્તાહના અંતે 1 ગ્રામદીઠ રૂ.280 ઘટી રૂ.9425 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.2998 ઘટી સપ્તાહના અંતે રૂ.93155ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.96400ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.96928 અને નીચામાં રૂ.91279ના સ્તરને સ્પર્શી, રૂ.96401ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3071 ઘટી રૂ.93330ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.96190ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.97666 અને નીચામાં રૂ.93800ના સ્તરને સ્પર્શી, રૂ.96512ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.597 ઘટી રૂ.95915 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.607 ઘટી સપ્તાહના અંતે રૂ.95899ના ભાવે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.603 ઘટી સપ્તાહના અંતે રૂ.95910ના સ્તરે પહોંચ્યો હતો.