સેમસંગ દ્વારા AI ઈનોવેશન્સ, બહેતર ટકાઉબપણું અને OIS એનેલ્ડ નો શેક કેમેરા સાથે સ્ટાઈલિશ ગેલેક્સી A17 5G લોન્ચ કરાયા

સેમસંગ દ્વારા AI ઈનોવેશન્સ, બહેતર ટકાઉબપણું અને OIS એનેલ્ડ નો શેક કેમેરા સાથે સ્ટાઈલિશ ગેલેક્સી A17 5G લોન્ચ કરાયા
ગેલેક્સી A17 5G ફેન ફેવરીટ AI ફીચર્સ- સર્કલ ટુ સર્ચ અને જેમિની લાઈવ સાથે આવે છે.
ભારતમાં વિકસિત નવું મેક ફોર ઈન્ડિયા ફીચર ઓન-ડિવાઈસ વોઈસ મેઈલનું ગેલેક્સી A17 5G સાથે પદાર્પણ.
ગુરુગ્રામ, ભારત, 1લી સપ્ટેમ્બર, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેની સૌથી કિફાયતી ગેલેક્સી A સિરીઝ AI સ્માર્ટફોન ગેલેક્સી A17 5G લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી. 7.5 mm સાથે ગેલેક્સી A17 5G તેના સેગમેન્ટમાં સૌથી સ્લિમ સ્માર્ટફોન છે. તેનું વજન ફક્ત 192 ગ્રામ છે, જે ડિવાઈસને પકડવા અને ઉપયોગ કરવાનું આસાન બનાવે છે. ગેલેક્સી A17 5G ભારતમાં સેમસંગના સૌથી વધુ વેચાતા સ્માર્ટફોન્સનાંથી એક તેના સમોવડિયા ગેલેક્સી A16 5Gની સફળતા પર નિર્માણ કરાયા છે.
ગેલેક્સી A17 5G ભારતમાં વ્યાપક દર્શકો માટે ફ્લેગશિપ ઈનોવેસન્સ લાવીને ગેલેક્સી A સિરીઝનો વારસો વધુ આગળ લઈ જાય છે. ગેલેક્સી A17 5G સાથે ગ્રાહકોને સ્ટાઈલિશ અને સ્લીક ડિઝાઈન, વિશ્વસનીય પરફોર્મન્સ અને સ્માર્ટ AI ફીચર કિફાયતી કિંમતે મળશે. ગેલેક્સી A17 5G સેગમેન્ટમાં અવ્વલ AI ફીચર્સ, ડિસ્પ્લે, કેમેરા, સિક્યુરિટી ફીચર્સ, કોલિંગ અનુભવ અને OS અપગ્રેડ્સ સાથે આવે છે, જે તેને ફેસ્ટિવ સીઝન માટે સેમસંગની ઉત્તમ ઓફરમાંથી એક બનાવે છે.
“ગેલેક્સી A સિરીઝ કિફાયતી કિંમતે ફ્લેગશિપ ઈનોવેશન્સની વ્યાપ્તિ વધારવાના તેના વારસાને લીધે અમારી સૌથી લોકપ્રિય સ્માર્ટફોન સિરીઝમાંથી એક છે. ગેલેક્સી A17 5G અમારા સૌથી કિફાયતી ગેલેક્સી A સિરીઝ AI સ્માર્ટફોન છે અને ફેન ફેવરીટ AI ફીચર્સ સાથે આવે છે, જેમ કે, સર્કલ ટુ સર્ચ અને જેમિની લાઈવ. તેમાં ઓન-ડિવાઈસ વોઈસ મેઈલ, કોલિંગ અનુભવ સુધારવા માટે ભારતીય એન્જિનિયરો દ્વારા વિકસિત નવું મેક ફોર ઈન્ડિયા ફીચર પણ ધરાવે છે. ગેલેક્સી A17 5G અમારી મુખ્ય ફેસ્ટિવ ઓફર છે અને અમને વિશ્વાસ છે કે તેની સફળતા મને આ વર્ષના અંત સુધી 100 મિલિયન ખુશ ગેલેક્સી A સિરીઝના ગ્રાહકો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે,” એમ સેમસંગ ઈન્ડિયાના MX બિઝનેસના ડાયરેક્ટર અક્ષય રાવે જણાવ્યું હતું.
દરેક માટે AI
ગેલેક્સી A17 5G ગૂગલ સાથે સર્કલ ટુ સર્ચ સાથે આવે છે, જેથી ગેલેક્સી ઈકોસિસ્ટમમાં વધુ ડિવાઈસીસનું લોકશાહીકરણ થયું છે. સેમસંગ- ગૂગલ જોડાણ સાથે નિર્મિત સર્કલ ટુ સર્ચ ઈમેજીસ, ટેક્સ્ટ્સ અને મ્યુઝિક માટે ગેલેક્સી ઉપભોક્તાઓને આસાન સર્ચ પ્રદાન કરે છે. ઉપરાંત તેમાં જેમિની લાઈવસાથે નવો AI એક્સપીરિયન્સ પણ રજૂ કરાયો છે, જે ગેલેક્સીના ઉપભોક્તાઓ માટે AI સાથે અસલ સમયનો વિઝ્યુઅલ વાર્તાલાપ લાવે છે. AI-પાવર્ડ આસિસ્ટન્સ થકી ગેલેક્સી A17 5Gના ઉપભોક્તાઓ વાર્તાલાપ આદાનપ્રદાન કરવામાં વધુ સ્વાભાવિક રીતે સહભાગી થઈ શકે છે, જેને લીધે રોજબરોજનાં કામો આસાન બને છે. ગેલેક્સી A17 5G તમે ફોનનો ઉત્તર નહીં આપો ત્યારે કોલર મેસેજ છોડી શકે તે માટે ઓન-ડિવાઈસ વોઈસ મેઈલ પણ ધરાવે છે.
ઑસમ નો શેક કેમેરા અને સુપર AMOLED ડિસ્પ્લે
વર્સેટાઈલ ટ્રિપલ- લેન્સ કેમેરા સિસ્ટમ સાથે સુસજ્જ ગેલેક્સી A17 5Gમાં ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન (OIS) સાથે 50MP મેઈન કેમેરા પણ ધરાવે છે, જે નો- શેક કેમ તરીકે લોકપ્રિય રીતે જ્ઞાત છે. ટેકનોલોજીને કારણે પડકારજનક સ્થિતિઓમાં પણ બ્લર- ફ્રી વિડિયોઝ અને ફોટોઝ કેપ્ચર કરવામાં મદદ થાય છે. તેને પૂરક 5MP અલ્ટ્રા- વાઈડ લેન્સ અને મેક્રો લેન્સ સ્વીપિંગ લેન્ડસ્કેપ્સથી બારીકાઈભર્યા ક્લોઝ-અપ્સ સુધી સહજ રીતે તેને સ્વિચ કરવાનું આસાન બનાવે છે. ગેલેક્સી A17 5G બ્રાઈટ આઉટડોર સ્થિતિઓમાં પણ ક્લિયર અને વાઈબ્રન્ટ ડિસ્પ્લે ગુણવત્તા માટે સેગમેન્ટમાં અવ્વલ 6.7″ ફુલ HD+ સુપર AMOLED ડિસ્પ્લે સાથે આવે છે.
ટકાઉપણા માટે નિર્માણ- અંદર અને બહારથી પણ સુરક્ષિત
ગેલેક્સી A17 5G સાથે ટકાઉપણું સ્ટાન્ડર્ડ તરીકે આવે છે, જેમાં કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસ® (ફ્રન્ટ)નો સમાવેશ થાય છે, જ્યારે ડસ્ટ અને સ્પ્લેશ પ્રતિરોધકતા માટે IP54 રેટિંગ જાળવી રખાયું છે. નવાં ઉદ્યોગનાં સીમાચિહનો સ્થાપિત કરતાં ગેલેક્સી A17 5G એન્ડ્રોઈડ અપગ્રેડ્સની સેગમેન્ટમાં અવ્વલ 6 જનરેશન્સ અને 6 વર્ષની સિક્યુરિટી અપડેટ્સ પ્રદાન કરે છે, જેથી ભાવિ તૈયાર અનુભવની ખાતરી રહે છે. ગેલેક્સી A17 5G વન UI 7 આઉટ ઓફ ધ બોક્સ સાથે આવે છે.