ઓટોમોબાઇલ્સ

સેમસંગ સોલ્વ ફોર ટુમોરો દ્વારા ભારતમાં તળિયાના સ્તરે ઈનોવેશન પ્રેરિત કરતી 40 સેમી- ફાઈનલિસ્ટની ટીમો જાહેર

સેમસંગ સોલ્વ ફોર ટુમોરો દ્વારા ભારતમાં તળિયાના સ્તરે ઈનોવેશન પ્રેરિત કરતી 40 સેમી- ફાઈનલિસ્ટની ટીમો જાહેર

સેમી- ફાઈનલિસ્ટોને તેમના આઈડિયા વધુ વિકસાવવા માટે મેન્ટોરશિપ, પ્રોટોટાઈપિંગ સપોર્ટ અને ઈનોવેશન મંચોને પહોંચ મળશે.

ટોચની 40 ટીમોને રૂ. 8 લાખનો પુરસ્કાર, જ્યારે દરેક ટીમ સભ્યને સેમસંગ લેપટોપ મળશે.

ગુરુગ્રામ, ભારત, 8 ઓગસ્ટ, 2025- રાષ્ટ્રની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ ઈન્ડિયા દ્વારા આજે યુવાનો માટેની તેની રાષ્ટ્રવ્યાપી ઈનોવેશન સ્પર્ધા સેમસંગ સોલ્વ ફોર ટુમોરોની ચોથી આવૃત્તિ માટે 40 સેમી- ફાઈનલિસ્ટોની ટીમની રાષ્ટ્રીય શોર્ટલિસ્ટ જાહેર કરી છે. આ ટીમો હવે સ્પર્ધાના આગામી તબક્કામાં પહોંચી છે, જ્યાં તેમને સામાજિક પ્રભાવ માટે તેમના આઈડિયાને વધુ વિકસાવવા માટે મેન્ટોરશિપ, પ્રોટોટાઈપિંગ સપોર્ટ અને ઈનોવેશન મંચોને પહોંચ મળશે.

આ વર્ષના સેમી- ફાઈનલિસ્ટો ભૌગોલિક રીતે અત્યંત વૈવિધ્યપૂર્ણ છે, જેમાં ચાચર (આસામ), બાગપત (ઉત્તર પ્રદેશ), મહેબૂબનગર (તેલંગાણા), દુર્ગ (છત્તીસગઢ) અને સુંદરગઢ (ઓડિશા) જેવા અંતરિયાળ પ્રદેશો સહિત 15 ભારતીય રાજ્યો સહિતના સહભાગીઓનો સમાવેશ થાય છે. પ્રોગ્રામે દેશભરના યુવા ચેન્જમેકર્સને ટેકનોલોજી અને ઈનોવેશનની શક્તિ થકી અસલ દુનિયાના પડકારો સાથે અભિમુખ બનાવવા માટે ભાર આપવાનું ચાલુ રાખ્યું છે.

સેમસંગ સોલ્વ ફોર ટુમોરોની 2025ની આવૃત્તિ ચાર મુખ્ય થીમો હેઠળ એન્ટ્રી મગાવે છેઃ

સુરક્ષિત, વધુ સ્માર્ટ અને સમાવેશક ભારત માટે AI.

ભારતમાં સ્વાસ્થ્ય, હાઈજીન અને સુખાકારીનું ભવિષ્ય.

શિક્ષણ અને બહેતર ભવિષ્ય માટે સ્પોર્ટસ અને ટેકનોલોજી થકી સામાજિક પરિવર્તન.

ટેકનોલોજી થકી પર્યાવરણીય સક્ષમતા.

શોર્ટલિસ્ટ કરાયેલા આઈડિયા ભારતીય સમાજની ઉત્ક્રાંતિ પામતી અગ્રતાઓ પ્રદર્શિત કરે છે, જેમાં વાયુની ગુણવત્તાની દેખરેખ માટે AI-પ્રેરિત ટૂલ્સ, જૈવવૈવિધ્યતાનું સંવર્ધન અને સ્વચ્છ પાણીને પહોંચથી લઈને ખાદ્યનો કચરો અને ઈ-વેસ્ટ મેનેજમેન્ટ માટે સ્માર્ટ સમાધાનનો સમાવેશ થાય છે. અન્ય ઈનોવેશન્સમાં વંચિત સમુદાયોના વિદ્યાર્થીઓ માટે ગેમિફાઈડ લર્નિંગ, પર્સનલાઈઝ્ડ કોચિંગ એપ્સ અને ઓટીઝમ સાથેના બાળકો માટે સ્પોર્ટસ- પ્રેરિત મધ્યસ્થીનો સમાવેશ થાય છે. આરોગ્ય અને સંશોધનના ક્ષેત્રમાં પ્રોજેક્ટ્સ ઈન્ટેલિજન્ટ ડેટા સ્ક્રેપિંગ થકી ટેક્નિકલ સંશોધન સરળ બનાવવા માટે ફેફસાના કેન્સરનું વહેલું નિદાન અને માનસિક સુખાકારી ટૂલ્સ જેવા પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.

“અમને સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025ની ટોચની 40 સેમી- ફાઈનલિસ્ટ ટીમોની ઘોષણા કરવાની બેહદ ખુશી છે. ટિયર 2, ટિયર 3 શહેરો અને અંતરિયાળ પ્રદેશોના સહિત આ યુવા ઈનોવેટર્સ અસલ સામાજિક પડકારોનો ઉકેલ લાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના આઈડિયા અર્થપૂર્ણ પરિવર્તન પ્રેરિત કરવા ભારતના યુવાનોની અતુલનીય સંભાવના પ્રદર્શિત કરે છે. તેઓ આગામી તબક્કામાં જઈ રહ્યા છીએ ત્યારે અમે વધુ સ્માર્ટ, વધુ સમાવેશક ભારત માટે અસલ દુનિયાના પ્રભાવમાં તેમના આઈડિયાને ફેરવવા માટે મેન્ટોરશિપ, સંસાધનો અને મંચ સાથે તેમને ટેકો આપવા કટિબદ્ધ રહ્યા છીએ,’’ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ એસપી ચુને જણાવ્યું હતું.

“અમને સેમસંગ સોલ્વ ફોર ટુમોરો સાથે અમારી ભાગીદારી ચાલુ રાખવાનું ગૌરવજનક લાગે છે. આ વર્ષનો અભિગમ પ્રાદેશિક પ્રતિનિધિત્વ પર કેન્દ્રિત છે અને શોર્ટલિસ્ટ આઈડિયાની શ્રેણી અને ઊંડાણથી તે સ્પષ્ટ પ્રદર્શિત થાય છે. આ યુવા ઈનોવેટર્સ ભારતની ભાવિ સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમને આકાર આપવાની સંભાવના ધરાવે છે,’’ એમ એફઆઈટીટી- આઈઆઈટી દિલ્હીના મેનેજિંગ ડાયરેક્ટર ડો. નિખિલ અગ્રવાલે જણાવ્યું હતું.

સેમી- ફાઈનલિટો માટે આગળ શું છે?

સેમસંગ સોલ્વ ફોર ટુમોરા 2025માં તેમના પ્રવાસના ભાગરૂપે ટોપ 40 ટીમો સઘન ઈનોવેશન બૂટકેમ્પમાં ભાગ લેશે, જે સુચારુ પ્રોટોટાઈપ્સમાં તેમના આઈડિયાને ફેરવવા તેમને મદદરૂપ થવા માટે તૈયાર કરાયો છે. આ તબક્કામાં સહભાગીઓ સેમસંગ આરએન્ડડી અને સાઉથવેસ્ટ એશિયા કામગીરીમાં આગેવાનો અને નિષ્ણાતોને મળશે અને તેમની સાથે સહભાગી થશે. તેઓ આઈઆઈટી દિલ્હી ખાતે ઉદ્યોગ અને સરકારી નિષ્ણાતોની આગેવાનીમાં તૈયાર કરાયેલા તાલીમ સત્રોમાં હાજરી પણ આપશે, જે તેમને ઈનોવેશન, ટેકનોલોજી અને એન્ટરપ્રેન્યોરશિપમાં હાથોહાથના ઈનસાઈટ્સ આપશે. બૂટકેમ્પમાં આઈઆઈટી દિલ્હીના મેન્ટોર અને અગાઉની સેમસંગ સોલ્વ ફોર ટુમોરો આવૃત્તિના એલુમની પાસેથી માળખાબદ્ધ પ્રોટોટાઈપિંગ સપોર્ટનો સમાવેશ રહેશે, જે લર્નિંગ અને મેન્ટોરશિપ સતત ચાલુ રહે તેની ખાતરી રાખશે. બૂટકેમ્પ પછી નેશનલ પિચ ઈવેન્ટ યોજાશે, જ્યાં ચુનંદા જ્યુરી આખરી 20 ટીમોનું મૂલ્યાંકન અને શોર્ટલિસ્ટ કરશે, જેઓ સ્પર્ધામાં પછી આગળ જશે.

એવોર્ડસ અને સપોર્ટ

ટોપ 40 ટીમ- રૂ. 8 લાખનું ઈનામ અપાશે, જ્યાં દરેક ટીમ સભ્યને સેમસંગ લેપટોપ મળશે.

ટોપ 20 ટીમ- રૂ. 20 લાખ અને નવીનતમ સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ સ્માર્ટફોન્સ પ્રાપ્ત કરશે.

ગ્રાન્ડ ફિનાલે ખાતે ચાર વિજેતા ટીમ- તેમના ઈનોવેશન્સને નવી ઊંચાઈએ લઈ જવા માટે આઈઆઈટી દિલ્હી ખાતે રૂ. 1 કરોડની ઈન્ક્યુબેશન ગ્રાન્ટ પ્રાપ્ત કરશે.

ગ્રાન્ડ ફિનાલે ખાતે વિશેષ એવોર્ડસ- રૂ. 4.5 લાખની એકત્રિત ઈનામી રકમ સાથે ગૂડવિલ એવોર્ડ, યંગ ઈનોવેટર એવોર્ડ અને સોશિયલ મિડિયા ચેમ્પિયન.

યુવા સશક્તિકરણ માટે વૈશ્વિક ધ્યેય

2010માં યુનાઈટેડ સ્ટેટ્સમાં લોન્ચ કરાયેલું સોલ્વ ફોર ટુમોરો હવે 68 દેશમાં સક્રિય છે અને દુનિયાભરમાં 3 મિલિયનથી વધુ યુવાનોને સહભાગી કર્યા છે. આ પહેલ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના વૈશ્વિક સીએસઆર ધ્યેય- ‘‘ટુગેધર ફોર ટુમોરો! એનેબ્લિંગ પીપલ’’ સાથે સુમેળ સાધે છે, જેનું લક્ષ્ય યુવાનોને શિક્ષણ, કૌશલ્યથી સુસજ્જ કરવાનું અને ભાવિ તૈયાર આગેવાનો બનવાની તકો આપવાનું છે.

સેમસંગના વૈશ્વિક સીએસઆર પ્રોગ્રામ્સ વિશે વધુ ખોજ કરવા વિઝિટ કરો [CSR webpage].

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button