અજમેર દરગાહના 813માં ઉર્સ અવસરે સાધલીના હજરત ગેબનશાહ બાવાની સંદલ વિધિ થઈ
અજમેર દરગાહના 813માં ઉર્સ અવસરે સાધલીના હજરત ગેબનશાહ બાવાની સંદલ વિધિ થઈ
શિનોર તાલુકાના સાધલી મુકામે આજરોજ 7 જાન્યુઆરી 2025 ને મંગળવારના દિવસે સાધલીના તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા જગ પ્રસિદ્ધ અજમેર ખ્વાજા ગરીબ નવાજના 813 મા ઉર્સના અવસરે સાધલી મુકામે આવેલ હજરત ગેબનશાહ બાવા ને સમગ્ર મુસ્લિમ સમાજ ના બિરાદરો દ્વારા અજમેર દરગાહની જેમ સંદલ વિધિની મુસ્લિમ ધાર્મિક વિધિ મુજબ કરવામાં આવી હતી. સમગ્ર દરગાહને રોશનીથી ચકચકિત કરવામાં આવી હતી,અને ભવ્ય રીતે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.અને આ મુબારક મોકા પર સમગ્ર ગામ ની આમ નીયાજ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર સાધલી ઉપરાંત આજુબાજુના ગામોના મુસ્લિમ બિરાદરોને પણ આમંત્રણ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તમામ મુસ્લિમ બિરાદરો ઉપરાંત મદીના મસ્જિદ કમિટી, મુસ્લિમ યંગ સર્કલ કમિટી તથા હુસેની કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. મદ્ર શાના નાના બાળકો સહિત તમામ મુસ્લિમ ભાઈ બહેનોમાં આ પ્રસંગે ભારે આનંદ ઉલ્લાસ દેખાતો હતો.