ગુજરાત

સરદાર વલ્લ્ભભાઈ પટેલની 150મી જયંતીની જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

સરદાર વલ્લ્ભભાઈ પટેલની 150મી જયંતીની જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

શ્રી લાલજીભાઈ પટેલ (ધર્મનંદન ડાયમંડ્સ)ના સૌજન્યથી ગુજરાતભરની 565 શાળાઓને સરદાર વલ્લભભાઈનાં પુસ્તકોનો સેટ ભેટ આપવામાં આવશે.

શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ – સુરતના સંયુક્ત ઉપક્રમે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીની જમનાબા વિદ્યાર્થી ભવન – વાલક પાટિયા, સુરત ખાતે આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, સરદારપ્રેમી નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા. સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો સૌને લહાવો પ્રાપ્ત થયો હતો. પ્રતિભા નૃત્ય અકાદમીની બાલિકાઓનાં કથ્થક નૃત્યથી કાર્યક્રમનો શુભારંભ થયો. માનવંતા મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. સમન્વયના દક્ષિણ ઝોનના સહસંયોજક શ્રી સુરેશભાઈ અવૈયાએ સૌનું શબ્દપુષ્પથી સ્વાગત કર્યું. સરદારનાં પુસ્તકો અને પ્રતિમાથી માનવંતા મહેમાનોનું અભિવાદન કરાયું. શ્રી હરિભાઈ કથીરિયાએ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના અનેકવિધ કાર્યોની આછેરી માહિતી આપી. શ્રી લાલજીભાઈ પટેલ (ધર્મનંદન ડાયમંડ્સ)ના વરદ હસ્તે ‘સરદાર વંદના’ પુસ્તિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું. શ્રી રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, આ ‘સમન્વય’ જૂથ દ્વારા આ સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાતની 565થી વધારે શાળાઓમાં 27000થી વધારે વિદ્યાર્થીઓ સુધી ‘સરદાર વંદના’ પુસ્તિકા પહોંચાડવામાં આવશે. આ શાળાઓમાં શ્રી લાલજીભાઈ પટેલ (ધર્મનંદન ડાયમંડ્સ)ના સૌજન્યથી સરદાર વલ્લભભાઈનાં 11 પુસ્તકોનો સેટ ભેટ આપવામાં આવશે. હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકો સરદાર વલ્લભભાઈ પટેલનાં જીવન અને કાર્યોથી પરિચિત થશે.

સરદાર વલ્લભભાઈ પટેલનાં કાર્યો અને જીવન પ્રસંગો વિશે શ્રી લાલજીભાઈ પટેલ, શ્રી કેશુભાઈ ગોટી, શ્રી નાનુભાઈ વાનાણી, શ્રી ભગીરથસિંહ પરમાર (જિલ્લા શિક્ષણાધિકારીશ્રી), શ્રીમતી ગીતાબહેન શ્રોફ, ખુશી તળાવિયા, શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી, શ્રી દક્ષેશભાઈ માવણી (મેયર શ્રી, સુરત મહાનગરપાલિકા) વગેરે મનનીય વક્તવ્યો આપ્યાં હતાં. તમામનો સાર એ હતો કે, “અખંડ ભારતના નિર્માણનું ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈના ત્યાગ, સમર્પણ અને કુનેહને કારણે જ થઈ શક્યું છે. એમના કાર્યની જોડ સમગ્ર વિશ્વમાં મળતી નથી, એવા અજોડ સરદાર કોઈ સમાજના નહીં, પણ સમગ્ર રાષ્ટ્રના નેતા હતા. એમનાં કાર્યોથી સૌએ પરિચિત થવું જોઈએ અને આજના વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને પણ માહિતગાર કરવા જોઈએ.” રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને ‘સરદાર વંદના’ પુસ્તિકા અને કેલન્ડરની ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી અલ્પેશભાઈ પટેલે કર્યું હતું. શ્રી ભાવેશભાઈ રફાળિયાએ સમગ્ર કાર્યક્રમની આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે શ્રી મનહરભાઈ સાસપરા, શ્રી માધવજીભાઈ માંગુકિયા, શ્રી પરિમલભાઈ દેસાઈ, ડૉ. ભાવિનભાઈ પટેલ, શ્રી પરબતભાઈ ડાંગશિયા, શ્રી દીપકભાઈ કોલડિયા વગેરે તેમજ વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભાગૃહમાં બેસવાની જગ્યા ઓછી પડી હતી; લોકોએ ઊભા રહીને પણ કાર્યક્રમ માણ્યો હતો. અહીં સરદાર પ્રત્યેના લોકોના અહોભાવનાં દર્શન થયાં હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળાનું માર્ગદર્શન અને સહકાર સાંપડ્યો હતો. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ યુવા ટીમ અને સમન્વય જૂથે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button