કેળના પાન પર જમો અને જમાડો
કેળના પાન પર જમો અને જમાડો
શું તમે જાણો છો કે કેળાના પાનની અંદર વિશેષ એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. આ પાન પર ભોજન કરવાથી તમને જંતુઓથી મુક્તિ મળી જશે જેને કારણે તમે બીમાર નહિં પડો. વિજ્ઞાન અને હિંદુ ધર્મ અરસપરસ સંકળાયેલા છે. આ જ કારણે હિન્દુને ધર્મ ન માનતા કેટલીક વાર પરંપરાનું નામ આપી દેવામાં આવે છે. તમે કહી શકો છો કે હિંદુ ધર્મ એક વૈજ્ઞાનિક પરંપરાનું જ નામ છે. હિંદુ માન્યતામાં વિવિધ ધાતુઓથી બનેલા ભોજનનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ આજકાલ આપણે વગર વિચાર્યે ધાતુના વાસણોનો રસોઈમાં ઉપયોગ કરીએ છીએ જે આપણી લાઈફ પર નકારાત્મક અસર કરી શકે છે. જો કે દક્ષિણ ભારતમાં આજે પણ કેળાના પાંદડા પર ભોજન કરવાનો રિવાજ છે. કોઈ મોટી હોટેલમાં પણ કેળાના પાંદડા પર જ ભોજન સર્વ કરવામાં આવે છે.
કેળાના પાનને પ્રકૃતિનો આશીર્વાદ માનવામાં આવે છે. તેમાં ગ્રીન ટી જેવા જ ગુણ હોય છે. કેળાના પાન શરીરમાંથી ઝેરી તત્વોને બહાર ફેંકે છે. તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને વ્યક્તિને સ્વસ્થ જીવન જીવવામાં મદદરૂપ બને છે. કેળાના પાન પર કુદરતી રીતે જ વેક્સ જેવું એક કોટિંગ હોય છે. આ કોટિંગને કારણે ભોજનનો સ્વાદ અનકેગણો વધી જાય છે. તમે પોતે અનુભવશો કે કેળાના પાન પર ભોજન કરવાથી ભોજનનો કંઈક વધુ સરસ ટેસ્ટ આવશે. સૌથી મોટી વાત એ છે કે કેળાના પાન સંપૂર્ણરીતે ઇકોફ્રેન્ડલી છે. આના પર ભોજન કરવાથી તમારા કિચનમાં ગંદા વાસણ ભેગા નહિં થાય અને તમને આને બહાર ફેંકવામાં પણ તકલીફ નહિં થાય. તમે તેને જમીનમાં ડાટીને પ્રકૃતિની સેવા પણ કરી શકો છો એવું પણ માનવામાં આવે છે કે સાથે બેસીને કેળાના પત્ર પર ભોજન કરવાથી પરિવારના સદસ્યો એકબીજાની નજીક આવી જાય છે. આજકાલ સાથે બેસીને જમવાનો કોઈને ટાઈમ નથી હોતો. એવા સમયમાં કેળાના પાન પર સાથે બેસી જમવાથી પરિવારજનોમાં નિકટતા વધે છે. અઠવાડિયા માં એક વાર આ પ્રયોગ કરવા જેવો ખરો.