ગુજરાત

SHE દ્વારા NH-6 પર 200 કેરીનાં વૃક્ષોનો બગીચો તૈયાર

SHE દ્વારા NH-6 પર 200 કેરીનાં વૃક્ષોનો બગીચો તૈયાર

પર્યાવરણ સંરક્ષણ સાથે શાળાનાં બાળકોને પણ મળશે લાભ
સુરત : ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ, ડેવલપમેન્ટ, ઓપરેશન અને મેનેજમેન્ટ સાથે જોડાયેલી Madrid સ્થિત મલ્ટીનેશનલ કંપની ROADISનાં કન્સેશન પ્રોજેક્ટ ‘સુરત હઝીરા NH6 ટોલવે પ્રાઇવેટ લિમિટેડે (SHE)’ NH-6 કોરિડોર પર KM 53+000 RHS ખાતે 0.445 એકર વિસ્તારમાં 200 કેરીનાં વૃક્ષો વાવીને એક કેરીનો બગીચો તૈયાર કર્યો છે.
આ પહેલ SHEની એવી સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે પર્યાવરણ અને સ્થાનિક કોમ્યુનિટી બંને માટે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થાય. આ બગીચામાં 6 ફૂટ સુધી કલમ કરેલી કેરીનાં રોપાઓ વાવવામાં આવ્યા છે, જેના કારણે વૃક્ષો આશરે ત્રણ વર્ષમાં પરિપક્વ થઈ શકશે. હાઇવેની આસપાસના ગ્રીન લેન્ડસ્કેપને વધુ સુંદર બનાવવાની સાથે, આ બગીચામાંથી સિઝન દરમિયાન કેરીનું ઉત્પાદન મળશે, જે નજીકની કોમ્યુનિટી સ્કૂલોમાં વહેંચવામાં આવશે. તેનાથી સ્થાનિક બાળકોને ફાયદો થશે અને કોમ્યુનિટી સાથેનું જોડાણ પણ મજબૂત બનશે.
આ પ્રોજેક્ટ પર્યાવરણની સસ્ટેનેબિલિટી અને સોશિયલ ઇમ્પેક્ટને સાથે જોડવાની SHEની વિચારધારા દર્શાવે છે. તે બતાવે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પર્યાવરણનું જતન અને કોમ્યુનિટીનાં કલ્યાણ સાથે સુમેળમાં રહીને થઈ શકે છે.
આ પહેલ વિશે વાત કરતાં, શ્રી અશ્વની શર્મા, હેડ ઑફ ઑપરેશન્સ-ઇન્ડિયા એ જણાવ્યું કે, “SHE ખાતે સસ્ટેનેબિલિટી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન કરવા, બનાવવા અને ચલાવવા માટેનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ કેરીનો બગીચો બનાવવો એ બાયોડાયવર્સિટી વધારવા, ગ્રીન કવર વધારવા અને ક્લાઇમેટ માટે ફાયદાકારક પગલાં લેવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સાથે અમે વર્લ્ડ ક્લાસ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડીએ છીએ. પર્યાવરણને થતા ફાયદાઓ ઉપરાંત, આ પહેલ, સ્થાનિક સ્કૂલોને બગીચામાંથી મળતી કેરી વહેંચીને, કોમ્યુનિટીને ઉપયોગી યોગદાન આપવા માટે તૈયાર કરવામાં આવી છે. આવી પહેલો દ્વારા, અમે સતત સાબિત કરી રહ્યા છીએ કે જવાબદારીપૂર્વક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ લોકો અને પર્યાવરણ બંને માટે સકારાત્મક યોગદાન આપી શકે છે.”
બગીચાથી થતા સામાજિક ફાયદાઓ ઉપરાંત, કેરીનાં વૃક્ષો CO₂ શોષવાની અને સંગ્રહિત કરવાની ક્ષમતાને કારણે પર્યાવરણ માટે પણ મહત્વપૂર્ણ છે. એક પરિપક્વ કેરીનું વૃક્ષ દર વર્ષે સરેરાશ 50.55 કિલો CO₂ શોષે છે. વૃક્ષની ઉંમર, કદ અને જાતના આધારે દર વર્ષે CO₂ સંગ્રહવાનું પ્રમાણ સામાન્ય રીતે 30.78 કિલોથી 78.30 કિલો સુધી હોય છે. પપૈયા કે જામફળ જેવા અન્ય ફળ આપતા પાકોની સરખામણીમાં કેરીના વૃક્ષનું જીવનચક્ર પ્રમાણમાં લાંબું હોય છે. તેનાં થડ, ડાળીઓ અને મૂળમાં કાર્બન દાયકાઓ સુધી સંગ્રહિત રહે છે. આમ, કેરીનો પાક ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં મદદરૂપ બને છે.
આ કેરીનો બગીચો બનાવવા જેવી પહેલો દ્વારા SHE પોતાની એન્વાયરમેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ESG) પ્રતિબદ્ધતાઓને આગળ વધારી રહી છે. આ પહેલો દ્વારા મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવા, કોમ્યુનિટીના વિકાસને સપોર્ટ કરવા અને વધુ ગ્રીન તથા સસ્ટેનેબલ ભવિષ્ય બનાવવામાં યોગદાન આપવામાં મળી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button