ગુજરાત
‘દાંડી યાત્રા’ના ભાગરૂપે સાયકલ રેલી યોજાઈ

ઓલપાડના દેલાડ યાત્રી નિવાસ ખાતે ૯૬મી ઐતિહાસિક ‘દાંડી યાત્રા’ના ભાગરૂપે સાયકલ રેલી યોજાઈ
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ૯૬મી ઐતિહાસિક દાંડી યાત્રાના ભાગરૂપે ઓલપાડના દેલાડ યાત્રી નિવાસથી વરાછા ધારૂકા કોલેજ સુધીની સાયકલ રેલી યોજાઈ હતી. સાયકલ રેલીમાં ૫૦થી વધુ સાયક્લિસ્ટો જોડાયા હતા.
સાયક્લિસ્ટોને પ્રોત્સાહિત કરવા માટે તા.પંચાયતના પ્રમુખ નીતાબેન પ્રિતેશભાઈ પટેલ, દંડક લાલુભાઈ પાઠક, દેલાડ સરપંચ મીનાબેન પટેલ, તલાટી દિનેશભાઈ સહિત સાયક્લિસ્ટો ઉપસ્થિત રહ્યા હતા.