આ શું રણોમાં બરફની ચાદરો પથરાઈ !
આ શું રણોમાં બરફની ચાદરો પથરાઈ !
ગરમ અને સુકા પ્રદેશ તરીકે ઓળખાતા સઉદી અરબમાં હવામાનમાં મોટો ફેરફાર વિશ્વના સૌ કોઈને ચોંકાવી રહ્યું છે. ગતવર્ષે જ દુબઈમાં મૂશળધાર વરસાદના લીધે સર્જાયેલી પુરની તારાજી બાદ આ વખતે સઉદી અરબના રણોમાં બરફની ચાદરો પથરાઈ છે.
સોશિયલ મીડિયા પર સઉદી અરબમાં હિમવર્ષા થઈ હોવાના વીડિયો વાયરલ થયા છે. જેમાં સઉદી અરબના રણોમાં બરફની ચાદર પથરાઈ છે. જેને લોકો હિમ વર્ષા માની રહ્યા છે. પરંતુ વાસ્તવમાં અલ-જૌફ વિસ્તારમાં બુધવારે બરફના કરાં સાથે પડેલા ભારે વરસાદના કારણે રણ અને પહાડો પર સફેદ બરફની ચાદર પથરાઈ હતી. જેના લીધે પ્રદેશમાં ઠંડીનું જાર વધ્યું હોવાનું સ્થાનિક મીડિયાએ જણાવ્યું છે.
સોશિયલ મીડિયા પર સઉદી અરબના રણોમાં બરફની ચાદરના વાયરલ થયેલા વીડિયોમાં યુઝર્સે અનેક રસપ્રદ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો આ ઘટનાને ગ્લોબલ વો‹મગ સાથે જાડી રહ્યા છે, તો ઘણા લોકોએ દુનિયાનો અંત આવ્યો હોવાની કમેન્ટ કરી છે.