દિલ્હીમાં યમુના નદીમાં ફીણે વધારી છઠ શ્રદ્ધાળુઓની ચિંતા
દિલ્હીમાં યમુના નદીમાં ફીણે વધારી છઠ શ્રદ્ધાળુઓની ચિંતા
લોક આસ્થાના ચાર દિવસના મહાપર્વ છઠની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજધાની દિલ્લીમાં યમુના છઠ મહાપર્વના સમયે પણ બદહાલ છે. યમુનામાં એકબાજુ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. તો બીજીબાજુ ઝેરી ફીણના થર દૂર-દૂર સુધી દ્રશ્યમાન થાય છે ત્યારે આ ઝેરી ફીણની વચ્ચે છઠ મહાપર્વની ઉજવણી કઈ રીતે કરવી તેની લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે.
આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે. કેમ કે લોક આસ્થાના ૪ દિવસના મહાપર્વ છઠની શરૂઆત થઈ ગઈ છે. તેમ છતાં દિલ્લી સરકાર તરફથી કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતાં કેટલીક મહિલાઓ ગંદા પાણીમાં ડૂબકી લગાવવા મજબૂર છે.
દિલ્લી સરકારે દાવા તો મોટા-મોટા કર્યા પરંતુ હકીકત બિલકુલ અલગ જ છે. યમુના નદીને ૨૦૨૫ પહેલાં સ્વચ્છ કરવાનું કેજરીવાલનું સપનું પણ સપનું જ રહી જશે તેવું લાગે છે કેમ કે યમુના નદી દિવસે ને દિવસે વધારે ઝેરી બની રહી છે.