Surat City-light News: અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખાની વાર્ષિક સાધારણ સભાનું આયોજન બુધવારે બપોરે 3 કલાકે સિટી-લાઇટ સ્થિત મહારાજા અગ્રસેન પેલેસના વૃંદાવન હોલમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહારાજા અગ્રસેનજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વિદાય લેતા પ્રમુખ શાલિની કાનોડિયા દ્વારા “સુહાને કલ સે સુહાને આજ તક” ગીત સાથે સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સચિવ દ્વારા ગત વર્ષની કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
આ પછી મહિલા શાખાની નવી કારોબારીની રચના કરવામાં આવી. નવી કારોબારીમાં સોનિયા ગોયલને પ્રમુખ, રૂચિકા રુંગટાને ઉપપ્રમુખ, સરોજ અગ્રવાલને સેક્રેટરી, સીમા કોકરાને ટ્રેઝરર, પ્રીતિ ગોયલને કો-સેક્રેટરી અને શાલિની ચૌધરીને કો-ટ્રેઝરર બનાવવામાં આવ્યા છે. કાર્યક્રમમાં બોર્ડના તમામ સભ્યોને અલગ-અલગ ટાઇટલ એનાયત કરવામાં આવ્યા હતા અને રમતો રમી હતી. વાર્ષિક સાધારણ સભામાં મહિલા શાખાના સભ્યો ઉપરાંત અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના ઉપપ્રમુખ પ્રમોદ પોદ્દાર, ખજાનચી રાહુલ અગ્રવાલ, સુભાષ અગ્રવાલ, અર્જુન અગ્રવાલ સહિત અન્ય ઘણા સભ્યો હાજર રહ્યા હતા.