સુરત જિલ્લામાં ખેલ મહાકુંભનો પ્રારંભઃ

સુરત જિલ્લામાં ખેલ મહાકુંભનો પ્રારંભઃ
સુરત જિલ્લામાં ૨.૨૩ લાખ ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છેઃ
બારડોલીની બી.એસ.બી.એસ.હાઈસ્કુલના પટાંગણમાં ખો-ખોની સ્પર્ધાનો પ્રારંભઃ
રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણનું નિર્માણ થાય, પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય તક મળી રહે તે માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સુરત જિલ્લામાં તાલુકાકક્ષાની સ્પર્ધાઓ સાથે ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે. બારડોલીની બી.એસ.બી.એસ.હાઈસ્કુલના પટાંગણમાં ભાઈઓ તથા બહેનો માટે ખો-ખોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમાં અંડર-૧૪ની ૧૮ ટીમ,અંડર-૧૭ની ૬ ટીમ અને અંડર-ઓપનની ૦૪ ટીમના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ખેલ મહાકુંભમાં સુરત જિલ્લામાં ૨.૨૩ લાખ ખેલાડીઓએ ૨૪ જેટલી રમતોમાં ભાગ લઈ રહ્યા છે. સુરત જિલ્લામાં તાલુકાકક્ષાએ વિવિધ સ્કૂલોમાં સ્પર્ધાઓ યોજાશે. શાળા અને ગ્રામ્યકક્ષાએ વિજેતા ખેલાડીઓ તાલુકાકક્ષાએ અને તાલુકાકક્ષાએ વિજેતા ખેલાડીઓ જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે. જયારે જિલ્લાકક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓએ ઝોનકક્ષા/રાજયકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે.