ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને ઝટકો હેમંત સોરેનને વચગાળાના જામીન આપવા સુપ્રીમ કોર્ટનો ઈનકાર

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને ઝટકો
હેમંત સોરેનને વચગાળાના જામીન આપવા સુપ્રીમ કોર્ટનો ઈનકાર
ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન પોતાના મોટા કાકા રાજારામ સોરૈનના અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધમાં સામેલ ન થઈ શકશે. PMLA કોર્ટે વચગાળાના જામીનની તેમની અરજી નામંજૂર કરી દીધી છે. ઝારખંડના પૂર્વ સીએમને વચગાળાના જામીન નથી મળ્યા. રાંચીની સ્પેશિયલ PMLA કોર્ટે જમીન કૌભાંડ મામલે જેલમાં બંધ ઝારખંડના પૂર્વસીએમ હેમંત સોરેનને વચગાળાના જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. પૂર્વસીએમ હેમંત સોરેને પોતાના કાકાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે કોર્ટ પાસે ૧૩ દિવસના વચગાળાના જામીન માગ્યા હતા. તેના પર સુનાવણી કરતા કોર્ટે તેમને જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. કાકા રાજારામ સોરૈનનું ૨૭ એપ્રિલના રોજ નિધન થઈ ગયુ છે. તેમને તેમના કાકાના અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે. તેના માટે તેમણે ૧૩ દિવસના વચગાળાના જામીન માગ્યા હતા. JMMના અધ્યક્ષ શિબુ સોરૈનના મોટા ભાઈ રાજારામ સોરેનનું શનિવારે સવારે તેમના રાંચીના નિવાસસ્થાને નિધન થઈ ગયુ છે.