AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં અત્યાધુનિક કન્ટિન્યુઅસ ગેલ્વેનાઇઝિંગ લાઇન (CGL)ની શરૂઆત

AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં અત્યાધુનિક કન્ટિન્યુઅસ ગેલ્વેનાઇઝિંગ લાઇન (CGL)ની શરૂઆત, ભારતની પ્રથમ ઉત્પાદન લાઇન જે ઓટોમોટિવ સેક્ટર માટે સૌથી મજબૂત સ્ટીલ તૈયાર કરશે
• વિશ્વસ્તરીય ટેક્નોલોજી સાથે ભારત માટે તૈયાર થશે 1180 MPa મજબૂત સ્ટીલ, જે આયાતની જરૂરિયાત ઘટાડી સ્થાનિક પુરવઠો વધારશે
• આ આધુનિક યુનિટ રૂ.60,000 કરોડના વિશાળ વિસ્તરણ યોજના અંતર્ગત ઉભી કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાનશ્રીએ વર્ષ 2022માં કર્યું હતું
• વિકસિત દેશોની ગુણવત્તાને ટક્કર આપતું સ્થાનિક ઉત્પાદન, ‘નવી ભારત’ની હાલની તથા ભવિષ્યની જરૂરિયાતોને પૂરું પાડશે
હજીરા – સુરત, જુલાઈ 16, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)એ આજે પોતાના હજીરા (ગુજરાત) સ્થિત મુખ્ય પ્લાન્ટમાં નવી અને આધુનિક કન્ટિન્યુઅસ ગેલ્વેનાઇઝિંગ લાઇન (CGL) શરૂ કરી છે. આ સાથે જ AM/NS Indiaએ ભારતમાં એકમાત્ર એવી કંપની બની છે જે 1180 મેગા પાસ્કલ (MPa) સુધીની મજબૂત એડવાન્સ હાઇ-સ્ટ્રેન્થ સ્ટીલ (AHSS) બનાવી રહ્યું છે — જે ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે સંપૂર્ણ સુરક્ષિત, ટકાઉ અને ઈંધણની બચત પૂરું પાડનારું છે.
આ શરૂઆત કંપનીની એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. કંપની રૂ.60,000 કરોડના વિશાળ વિસ્તરણ પ્રોજેક્ટ પર વ્યૂહાત્મક રીતે કામ કરી રહી છે, જેમાં અપસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમ અને અન્ય જરૂરી સુવિધાઓનો સમાવેશ થાય છે. વર્ષ 2022માં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલી આ વિસ્તરણ યોજના હજીરાના ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટમાં વિવિધ પ્રકારના સ્ટીલ ગ્રેડ્સનું ઉત્પાદન વધારવાના હેતુસર અમલમાં મુકવામાં આવી છે, જેથી બજારની બદલાતી માંગ અને ભાવિ જરૂરિયાતોને સારી રીતે પહોંચી શકાય.
નવું CGL યુનિટ તેની પેરેન્ટ કંપનીઓ — આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના વૈશ્વિક અનુભવ અને ટેક્નોલોજી પર આધારિત છે. તે ઓટોમોટિવ સેક્ટરમાં મોટા ફેરફાર લાવશે, કારણ કે અત્યાર સુધી આ પ્રકારના હાઇ-ગ્રેડ સ્ટીલ માટે ભારતે આયાત પર નિર્ભર રહેવું પડતું હતું. અહીં ગેલ્વેનાઇઝ્ડ (GI) અને ગેલ્વેનિઅલ્ડ (GA) કોટેડ ફ્લેટ સ્ટીલનું ઉત્પાદન થશે, જેમાં આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના લાઇસન્સવાળા ખાસ પ્રકારના ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે. આ નવી સ્ટીલ હાઇ ફોર્મેબલ, રિસાયક્લેબલ અને વેઇટ રિડક્શન દ્વારા ઈંધણ બચાવશે, જે ખાસ કરીને 2027માં લાગૂ થનારી કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિસિયન્સી (CAFE) ફેઝ III નોર્મ્સ માટે અગત્યની છે.
દિલીપ ઊમ્મેન, ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO), આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ જણાવ્યું હતું કે, “આ પ્રથમ પ્રકારની CGL લાઇનનું શુભારંભ અમારા વિસ્તરણ પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ તબક્કો છે, જેનું માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. આ મહત્વકાંક્ષી યોજના સાકાર થઈ રહી છે ત્યારે અમે ગર્વથી કહી શકીએ છીએ કે, આ નવી લાઇન અને આગામી સુવિધાઓ એવા સ્ટીલનું ઉત્પાદન કરશે જે વિકસિત દેશોમાં ઉપલબ્ધ ગુણવત્તાવાળા સ્ટીલની સમકક્ષ હશે. આ અમારું ‘વિકસિત ભારત @2047’ની દિશામાં એક મોટું યોગદાન છે.”
વધુમાં તેઓ જણાવે છે કે, “અમારી પેરેન્ટ કંપનીઓના અવિરત સહકારથી, અમે નવા માપદંડો સ્થાપ્યા છે અને વર્લ્ડ ક્લાસ ઉત્પાદનો પૂરા પાડવાની ક્ષમતા વધુ મજબૂત બનાવી છે, જેમાં ભારતમાં અત્યાર સુધીના સૌથી મજબૂત સ્ટીલનો પણ સમાવેશ થાય છે, જે ઓટોમોટિવ ક્ષેત્રની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ નવનિર્મિત લાઇન થકી રજૂ થનારા સ્થાનિક ઉત્પાદન દેશની આત્મનિર્ભરતા તરફ સાર્થક યોગદાન આપશે”.
નવી ગેલ્વેનાઇઝિંગ યુનિટ કંપનીની ડાઉનસ્ટ્રીમ ક્ષમતામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે, જે મૂલ્યવર્ધિત ઉત્પાદનોના પોર્ટફોલિયોને વધુ વિસ્તૃત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ CGL લાઈન ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ જેવી મહત્વપૂર્ણ પહેલમાં મજબૂત રીતે યોગદાન આપવાની સાથો-સાથ નવી પેઢીને સ્ટીલ તરફ વાળવાની પ્રક્રિયામાં પણ ટકાઉ રીતે મુખ્ય ભૂમિક ભજવશે. કંપની હવે ભારતમાં ઊંચી ગુણવત્તાવાળું સ્ટીલ ઉત્પન્ન કરીને આયાત પર આધાર ઘટાડશે અને સ્થાનિક માંગ પૂરી કરવા માટે મદદરૂપ થશે. સરકારના PLI સહિતના વિવિધ પ્રયાસોને ધ્યાનમાં રાખીને, ભરવામાં આવેલું પગલું સ્થાનિક સ્તરે મૂલ્યવર્ધિત સ્ટીલના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે.
આ સુવિધામાં અત્યાધુનિક પર્યાવરણીય ટેક્નોલોજીઓનો પણ ઉપયોગ થયો છે, જેમાં વેસ્ટ હીટ રિકવરી, થર્મલ એનર્જી કંટ્રોલ, રિજનરેટિવ ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ્સ અને ઇલેક્ટ્રોલિટિક હાઇડ્રોજન (H₂)નો ઉપયોગનો સમાવેશ થાય છે. જે થકી પરંપરાગત CGLની તુલનાએ CO₂ ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો શક્ય બનશે. આ વિકાસ કંપનીના ગ્રીન સ્ટીલ અને સસ્ટેનેબિલિટી લક્ષ્યો સાથે સુસંગત છે.
AM/NS India ની વિસ્તરણ યોજના મુજબ હજીરામાં કંપનીની હાલની 9 મિલિયન ટન પ્રતિ વર્ષ (MTPA)ની ક્ષમતા 15 MTPA અને પછી 24 MTPA સુધી વધારવાનો લક્ષ્ય છે. જેમાં અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ બંને સ્ટીલમેકિંગ સુવિધાઓનો સમાવેશ થાય છે.
ઉપરાંત, કંપની આંધ્રપ્રદેશમાં પણ એક સંકલિત સ્ટીલ પ્લાન્ટ નિર્માણ કરશે, જ્યાં જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઓડિશામાં પણ કંપનીના નવા પ્લાન્ટ માટેની કામગીરી યોગ્ય દિશામાં આગળ વધી રહી છે, જ્યાં કંપનીની હાજરી પહેલાથી જ છે.
આ ઉપરાંત, AM/NS India ડિકાર્બનાઇઝેશનના પ્રયાસો પણ ઝડપથી આગળ વધારી રહી છે. કંપની રિન્યુએબલ એનર્જીનો વધુ ઉપયોગ, એનર્જી-એફિશિયન્ટ ટેક્નોલોજી અપનાવવી અને લો-કાર્બન માર્ગો શોધવા માટે પણ પ્રતિબદ્ધ છે, જે ભારતના પર્યાવરણ લક્ષ્યો સાથે સુમેળ સાધે છે.