માટીના ગણેશમાં બીજ સાથેની મુર્તિની સ્થાપના કરતાં અદાણી નવચેતન વિદ્યાલયના વિદ્યાર્થીઓ
માટીના ગણેશમાં બીજ સાથેની મુર્તિની સ્થાપના કરતાં અદાણી નવચેતન વિદ્યાલયના વિદ્યાર્થીઓ
હજીરા, સુરત : નવચેતન અદાણી વિદ્યાલય ,જૂનાગામના વિદ્યાર્થીઓ માટે ગણેશ ઉત્સવની તૈયારી એક મહિના પહેલા જ થઈ ગઈ હતી. ઉત્સવની તૈયારીના ભાગરૂપે શાળા અને વિદ્યાર્થીના ઘરે માત્ર માટીની મુર્તિની જ સ્થાપના થાય એ માટેની તાલીમ અને તૈયારી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પ્લાસ્ટર ઓફ પેરીસની વિઘાતક અસરો સમજાવી ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા તૈયાર કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ એક મહિના દરમિયાન ઇકો ફેન્ડલી ગણેશ પ્રતિમાના બંધારણમાં કેટલાક બીજ નાખી કુલ 70 જેટલી પ્રતિમા તૈયાર કરી હતી. આ પૈકી એક પ્રતિમાનું શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સ્થાપન કર્યું છે. કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના ઘરે પણ આ પ્રતિમાનું સ્થાપન કર્યુ છે. આ રીતે ગણેશ ઉત્સવની ઉજવણી કરી આ પ્રતિમાનું વિસર્જન પણ તેઓ ઘર આંગણે ખેતરમાં કે બગીચામાં કરશે જેથી પ્રતિમાની માટીમાં નાખેલા બીજ છોડ રૂપે ગણેશજી સાથે જ રહે. આ પ્રવૃત્તિનો ઉદ્દેશ ભાવિ વિદ્યાર્થીઓ સમાજમાં પરિવર્તન લાવી શકે, પાણી અને જમીન પ્રદુષણ અંગે સંવેદનશીલ બને તેમજ પર્યાવરણની જાળવણીમાં પોતાની ભાગીદારી નોંધાવે એ હતો.