શિક્ષા

સમાજની પ્રગતિનો સાચો માર્ગ શિક્ષણમાંથી જ પસાર થાય છે -બલવંતસિંહ રાજપૂત

સમાજની પ્રગતિનો સાચો માર્ગ શિક્ષણમાંથી જ પસાર થાય છે -બલવંતસિંહ રાજપૂત
વાવ-થરાદ-સુઇગામ શ્રી રાજપૂત સમાજ વિકાસ મંડળદ્વારા આયોજિત ગાંધીનગરના ખાતે શૈક્ષણિક ભવનના ખાતમુહૂર્ત સમારોહમાં માન. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે હાજરી આપી.
આ પ્રસંગે સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ અને યુવાનો સાથે મુલાકાત બાદ પ્રાસંગિક પ્રવચનમાં તેઓએ જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રે સમાજ દ્વારા લેવામાં આવતું આ મહત્વપૂર્ણ પગલું ખરેખર પ્રશંસનીય છે. આ ભવન ભવિષ્યમાં અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી મને પૂર્ણ આશા છે. આ આયોજન માટે સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું
આ પ્રસંગે પ.પૂ. સંતશ્રી નિજાનંદજી મહારાજ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માન. શંકરસિંહજી વાઘેલા, શક્તિસિંહજી ગોહિલ, ગજેન્દ્રસિંહજી ચૌહાણ, ડૉ. કિશોરસિંહજી સોલંકી, લક્ષ્મણસિંહ જાદવ,
લક્ષ્મણસિંહ રાજપુત, પ્રવિણસિંહ મોરી, ડી.ડી. રાજપૂત, ડૉ. ઉદયસિંહ રાજપૂત, બાબુસિંહ, કાનજી રાજપુત, થાનાજી રાજપૂત, નરેન્દ્રસિંહ જાદવ, સહિત રાજપૂત સમાજના સામાજિક આગેવાનો તથા સરકારમાં ફરજ બજાવતા રાજપૂત સમાજના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button