CorporateConnections ® સુરત દ્વારા આયોજિત વાર્ષિક પ્રાદેશિક કાર્યક્રમ CC KLT નું સફળતાપૂર્વક સમાપન
આ કાર્યક્રમના ટાઇટલ સ્પોન્સર્સ SLS સાગર લાઈફ સાયન્સ રાજીવ ગોયલ અને કો સ્પોન્સર SGK મૂડી અખિલ અગ્રવાલ હતાં
કાર્યક્રમ દરમિયાન આયોજિત પેનલ ચર્ચામાં ઉદ્યોગ જગતના નિષ્ણાંતોએ ” પરંપરાગત થી નવા યુગની વ્યવસાયિક રણનીતીઓમાં બદલાવ” વિષય પર આપ્યું મહત્વપૂર્ણ માર્ગદર્શન
સુરત. CorporateConnections ® સુરત દ્વારા 20મી જાન્યુઆરીના રોજ અમોર બેન્ક્વેટસ્ ખાતે વાર્ષિક પ્રાદેશિક કાર્યક્રમ CC KLT ( નો લાઈક ટ્રસ્ટ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતનું આયોજન પહેલા કરતા વધારે મોટું હતું, જે એક અદ્વિતીય વિષય ” પરંપરાગત થી નવા યુગ ના વ્યવસાયમાં પરિવર્તનને પ્રદર્શિત કરે છે. આ કાર્યક્રમના ટાઇટલ સ્પોન્સર્સ SLS સાગર લાઈફ સાયન્સ રાજીવ ગોયલl અને કો સ્પોન્સર SGK મૂડી અખિલ અગ્રવાલ હતાં.
CorporateConnections ® ના ભારત, શ્રીલંકા અને નેપાળના રાષ્ટ્રીય ડાયરેક્ટર ગૌરવ વીકે સિંઘવીએ રીજનલ બિઝનેસ લેન્ડસ્કેપ (પ્રાદેશિક વેપાર પરિદૃષ્ય) માં એક પાયાની ભૂમિકા પર ભાર આપતા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જણાવ્યો હતો. આ આયોજન પરિવર્તનકારી નેટવર્કિંગ અનુભવ, વિચાર વિનિમય, સહકારની તકો અને નવીનીકરણ માટે મુખ્ય ઉદ્યોગ જગતના અગ્રણીઓ, મુખ્ય બિઝનેસ ટાયકૂન અને મોટા વ્યવસાયિકો એક સાથે એક પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા હતાં.
કાર્યક્રમની શરૂઆતમાં લુથરા ગ્રુપના એમડી શ્રી ગિરીશ લુથરા એ પોતાની પ્રેરક ઉદ્યમશિલતાની યાત્રા વિશે પ્રેરણાદાયક માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન જ્ઞાનવર્ધક અને નવા આઇડિયાથી ભરપૂર પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સ્મિત પટેલ ( ગ્રીન લેબ ડાયમંડ), અલીઅસગર હજુરી ( સોસ્યો હજૂરી બેવેરેજેસ પ્રાઇવેટ લિમિટેડ), નિલેશ કનાડિયા ( કનાડિયા ફિર ફિટર પ્રાઇવેટ લિમિટેડ), કૃણાલ વસોયા ( સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ) અને શ્રી મુકુલ ગોયલ ( ડાયરેક્ટર , સ્ટ્રેટેફિક્સ પ્રોફેશનલ પ્રાઇવેટ લિમિટેડ)એ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ ચર્ચાઓ થકી દર્શકોએ ” પરંપરાગત થી નવા યુગની વ્યવસાયિક રણનીતિમાં પરિવર્તન અંગે મૂલ્યવાન અને આવશ્યક માહિતી પ્રાપ્ત કરી હતી.
કાર્યક્રમના ભવ્ય સમાપન સમયે કામધેનુ લિમિટેડના સંસ્થાપક શ્રી સતીશ કુમાર અગ્રવાલે વ્યવસાયિક પરિણામોના ભવિષ્ય વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં 250 જેટલા વિશિષ્ટ ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો.
CorporateConnections ® સુરત, CC KLT 2024 કાર્યક્રમ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌનો, વકાતાઓનો અને પ્રાયોજકો નો આભાર વ્યકત કરે છે. આ આયોજનની સફળતા રીજનલ બિઝનેસ ઇકોસિસ્ટમ તંત્રને આગળ વધારવા અને સુરત શહેરની અર્થવ્યવસ્થાના વિકાસને ગતિ આપવા માટે CorporateConnections ® ની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.