આરોગ્ય

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે કિડનીની ક્રિટિકલ સિચ્યુએશન ધરાવતી 35 વર્ષીય મહિલાની સફળ સારવાર

માર્ચ, 2024, રાજકોટ : વર્લ્ડ કિડની ડે એ એક ગ્લોબલ કેમ્પેઇન છે જે દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે કિડનીના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે. કિડની એ શરીરનું એવું ઓર્ગન છે કે જે વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા જરૂરી કાર્યો કરે છે. કિડની લોહીમાંથી બિનજરૂરી પદાર્થ  અને વધારાનું પાણી દૂર કરે છે, વ્યક્તિના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે,  હિમોગ્લોબિન ઉત્પન્ન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને કિડનીને કારણે તમારા હાડકાં સ્વસ્થ રહે છે (તેઓ સક્રિય વિટામિન ડી બનાવે છે અને કેલ્શિયમનું નિયમન કરે છે).વિશ્વ કિડની દિવસ 2024 ની થીમ છે “કિડની હેલ્થ ફોર ઓલ – એડવાન્સિંગ ક્વિટેબલ એક્સેસ ટૂ કેર & ઓપ્ટિમલ મેડિકેશન પ્રેક્ટિસ” એટલે કે બેકગ્રાઉન્ડ  અથવા લોકેશનને ધ્યાનમાં લીધા વિના દરેકને તેની તંદુરસ્ત કિડની જાળવવા માટે જરૂરી કાળજી અને દવાઓ મળી રહે તે માટેની ખાતરી કરવી.

 

તાજેતરમાં જ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે સમયસર નિદાન અને સારવાર દ્વારા 35 વર્ષની મહિલાને ડાયાલિસિસમાંથી બચાવી લેવામાં આવી. તેમને  ડૉ. પ્રીતિશ શાહ (કન્સલ્ટન્ટ-નેફ્રોલોજિસ્ટ)ની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં હતા.

 

દર્દીની સ્થિતિ અંગે ડૉ. પ્રીતિશ શાહ, કન્સલ્ટન્ટ-નેફ્રોલોજિસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ એ જણાવ્યું હતું કે, ” દર્દી મે મહિનામાં વોકહાર્ટ હોસ્પિટલ્સમાં બતાવવા આવ્યું હતો. તે ૬ મહિનાથી પીડામાં હતી. ૬ મહિનાના પહેલા નવેમ્બર માં તેમણે કાનમાં ઇન્ફેકશન થી બિમારીની શરુઆત થઈ હથી. આ ઉપરાંત પેશન્ટ ને ફેબ્રુઆરી મહિનામાં ફેફસામાં ઇન્ફેકશન અને કિડનીમાં હળવી તકલીફ ચાલુ થઈ ગયી હતી.તે અંગે કોઈનું ધ્યાન પડ્યું ના હતું. આ પછી માર્ચ માં તેમણે આંખમાં ઇન્ફેકશન પણ થયું હતું.અગાઉ તેઓએ અન્ય હોસ્પિટલમાં સારવાર લીધી પણ તેમને રાહત મળી નહીં. આ પછી દર્દી ઓછું હિમોગ્લોબીન અને પગમાં સોજાની ફરિયાદ જોડે વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા. ત્યાં તપાસમાં જાણ ખબર પડી કે હિમોગ્લોબીન ૬.૫ જ હતું. અને ક્રિએટીનીન (જે કિડની નું સ્વાસ્થ્ય દર્શાવેલ) એ ૪.૫ હતું (મતલબ ૧૦-૧૫% જ કિડની કામ કરતી હતી);યુરિન ઇન્વેસ્ટિગેશનમાં તેમને યુરિનમાં પ્રોટીન અને લોહીનું લીકેજ હોવાનું બહાર આવ્યું. તેમની 6 મહિનાની સ્થિતિ વેસ્ક્યુલાટીસ માટેનો પ્રબળ સંકેત આપતી હતી. તેમના બ્લડ રિપોર્ટ્સ વાસ્ક્યુલિટીસ માટે મોકલાવામાં આવ્યા હતો. અને તેને લગતા લગતા એન્ટીબોડી ટાયટર ખુબજ ઊંચા હતા એટલે બિમારીને પુષ્ટી થઈ પછી તેમણે સ્ટેરોઇડ અને સાયકલોફોસ્ફોમાઇડ સાથે સારવાર શરૂ કરવામાં આવી હતી. આગામી 2 મહિનામાં તેઓની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થયો અને તેણીનું ક્રિએટિનાઇન 4.5થી 1.4 સુધી (એટલે કે કિડનીના કાર્યમાં 80% સુધારો થયો)ઘટ્યું અને આ રીતે બિમારીની શરૂઆતના લગભગ 6 મહિના પછી દર્દી દ્વારા રજૂ કરાયેલા સંભવિતપણે કાયમી હેમોડાયલિસિસની જરૂર પડવાના તાત્કાલિક જોખમમાંથી તેમને બચાવી લેવામાં આવ્યા.”

 

કિડની ડિસીઝ અંગે જણાવતા તેમણે કહ્યું કે, “વિશ્વભરમાં આશરે 850 મિલિયન લોકોને કોઈને કોઈ કિડનીના રોગો થવાની સંભાવના છે. 10 માંથી 1 વ્યક્તિને ક્રોનિક કિડની રોગો થાય છે (લાંબા ગાળાની સ્થિતિ જ્યાં કિડની ધીમે ધીમે સમય જતાં કાર્ય ગુમાવે છે). ક્રોનિક કિડની રોગ વિશ્વમાં વધી રહ્યાં છે અને 2040 સુધીમાં વૈશ્વિક સ્તરે મૃત્યુ માટેનું  5મું સામાન્ય કારણ બનવાનો અંદાજ છે. કિડનીનો રોગ એ મોટી આરોગ્ય ચિંતા છે અને સ્તન અને પ્રોસ્ટેટ કેન્સર કરતાં પણ વધુ વિશ્વભરમાં મૃત્યુ થવા માટેનું મુખ્ય કારણ છે.”

 

કિડનીના રોગો માટે જાગૃતિની જરૂર છે કારણ કે ક્રોનિક કિડની ડિસીઝ (CKD) ધરાવતા લોકોમાંથી મોટા ભાગના લોકોને ખબર નથી કે તેઓને આ રોગ છે. એવો અંદાજ છે કે ક્રોનિક કિડની ડિસીઝ ધરાવતા 10 માંથી 9 વ્યક્તિને પોતાની કિડની માં બીમારી વિશે જાણકારી નથી હોતી. 50% નવા કેસો માટે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર કિડની ફેલ્યોરના બે મુખ્ય કારણો છે. કિડની ડિસીઝ માટેના અન્ય જોખમી પરિબળોમાં ફેમિલી હિસ્ટ્રીનો સમાવેશ થાય છે જેમ કે જેન, વારસાગત રોગ, ઓબેસિટી, સ્મોકિંગ અને એજિંગ.

 

કિડનીના સારા સ્વાસ્થ્યની ખાતરી કેવી રીતે કરવી?

 

  • કિડનીના રોગ સાયલન્ટ કિલર છે: ડાયાબિટીસ અને હાઇ બીપીના દર્દીએ ઓછામાં ઓછા ઓછી વર્ષમાં એક વાર કિડની ની તપાસ કરવી જોઈએ. મોટાભાગની કિડનીની બિમારીઓ ખૂબ જ અંતિમ તબક્કા સુધી કોઇ લક્ષણો દર્શાવતા નથી. માત્ર પ્રારંભિક તપાસથી જ કિડની રોગ ને તેના પ્રાથમિક તબક્કામાં પકડી શકાય છે.
  • જો તમે શારીરિક રીતે સક્રિય હો અથવા ગરમ આબોહવામાં રહેતા હોવ તો પૂરતા પ્રમાણમાં પાણી (ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી અથવા વધુ) પીવો જે બિનજરૂરી પદાર્થને બહાર કાઢવામાં મદદ thai અને પથરીને બનતા અટકાવે.
  • પ્રોસેસ્ડ ફૂડ (પેકેટ્સ) અને સ્વીટનું સેવન મર્યાદિત કરો.
  • મીઠાનું સેવન મર્યાદિત કરો: સરેરાશ ભારતીય આહારમાં દરરોજ 10-12 ગ્રામ મીઠાનું પ્રમાણ હોય છે જે સામાન્ય કરતા બમણું હોય છે (દરરોજ 4-5 ગ્રામ થી વધારે નમક લેઉ નહી)
  • જો તમને ડાયાબિટીસ અને બીપી હોય તો નિયમિતપણે ચેક કરાવવું.
  • ધૂમ્રપાન ટાળો અને દારૂનો સેવન મર્યાદિત કરો.
  • નિયમિત કસરત કરવી જેનાથી વજન સંતુલનમાં રહે,ડાયાબિટીસ અને બીપી કાબુમાં રહે અને હૃદયનો સ્વાસ્થ્ય જળવાયેલું રહે. અઠવાડિયામાં ઓછામાં ઓછી ૧૫૦ મીનીટ ની મધ્યમ તીવ્રતાની કસરત માટે લક્ષ્ય રાખવુ જોઇએ.
  • રાત્રે 7-9 કલાકની યોગ્ય ઊંઘ માટે લક્ષ્ય રાખો અને યોગ,પ્રાણાયામ જેવી તણાવ ઘટાડવાની રીત અપનાઓ.પોતાને ગમતી રમત,શોક માણો અને આનંદિત રહો

 

કિડનીની બિમારી ને વહેલા પકડવા માટે ફક્ત ને ફક્ત વહેલું ચેકઅપ જ બિમારીની જાણ કરી શકે છે અને જેટલું વહેલું આપણ કિડની ની બિમારીની જાણકારી મળે એટલું ડાયાલિસીસ દુર જાવાની શક્યતા વધે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
preload imagepreload image