સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા રક્ત ડોનેશન શિબિરમાં ૨૨૭ યુનિટ રક્ત એકત્ર કરાયું
સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા રક્ત ડોનેશન શિબિરમાં ૨૨૭ યુનિટ રક્ત એકત્ર કરાયું
સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલી ઇન્ટેલિજન્ટ ગાઇડન્સના સંકુલમાં યોજાયેલા મહા રક્તદાન શિબિરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ઉત્સાહભેર રકતદાન કરીને ૨૨૭ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
શિક્ષણ સંસ્થાન દ્વારા પ્રતિવર્ષ યોજાતા આ સેવા યજ્ઞને પદ્મશ્રી યઝદી કરાંજિયાએ ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ હિતેન્દ્ર ચુડાવાલા, એસોસિયેશનના પ્રમુખ તુષાર શાહ, મંત્રી ચેતન ધોત્રે, વિદ્યા મંદિર સોસાયટીના અરવિંદ શાહ સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ શિબિરને સફળ બનાવવા ઇન્ટેલિજન્ટ ગાઇડન્સના પ્રા. આઈ.જી.પટેલ, પ્રા. રવિ પટેલ, પ્રા. પારુલ મોતીવાલા પટેલ અને રશમિકબહેને સેવાઓ આપીને રક્તદાતાઓનો આતિથ્ય સત્કાર કર્યો હતો.