પ્રાદેશિક સમાચાર
સુરત ભાજપના શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની ગોડાદરા સ્થિત સ્કૂલ સીલ

Surat News: સુરત મહાનગર પાલિકા મનપા એ ગોડાદરામાં સ્થિત અરિહંત સ્કૂલને સીલ મારી છે.
આ સ્કૂલના ત્રીજા અને ચોથા માળ ગેરકાયદેસર રીતે ચણવામાં આવ્યા હતા.
આ સ્કૂલ ભાજપના શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની માલિકીની છે.
પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.
સાંજે સ્કૂલ છૂટી ગયા બાદ લીંબાયત ઝોન દ્વારા આ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી.