વ્યાપાર

સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.7166, ચાંદીના વાયદામાં રૂ.12621 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.1409નો તીવ્ર ઉછાળો

સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.7166, ચાંદીના વાયદામાં રૂ.12621 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.1409નો તીવ્ર ઉછાળો

કોમોડિટી વાયદાઓમાં રૂ.303015 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1052462 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.197401 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 35825 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 27 માર્ચથી 2 એપ્રિલના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.1355485.90 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.303015.49 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.1052462.22 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 35825 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં સાપ્તાહિક ધોરણે કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.40114.44 કરોડનું થયું હતું.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.197401.82 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.144000ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.154500 અને નીચામાં રૂ.143652ના મથાળે અથડાઈ, રૂ.142514ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.7166ના ઉછાળા સાથે રૂ.149680ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.5094 ઊછળી રૂ.119312ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.642ની તેજી સાથે રૂ.14935ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.6900ની વૃદ્ધિ સાથે રૂ.148140 થયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.143000ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.153100 અને નીચામાં રૂ.142239ના મથાળે અથડાઈ, રૂ.141547ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.6992ના ઉછાળા સાથે રૂ.148539 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.224247ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.243981 અને નીચામાં રૂ.221209ના સ્તરને સ્પર્શી, રૂ.219874ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.12621ના ઉછાળા સાથે રૂ.232495ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.11279ની વૃદ્ધિ સાથે રૂ.235645ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.11360ની તેજી સાથે સપ્તાહના અંતે રૂ.235759 થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.17901.28 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.16.2 વધી રૂ.1155.1ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.13.35 વધી સપ્તાહના અંતે રૂ.323.2ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.18.2 વધી રૂ.354.35ના ભાવે બોલાયો હતો. સીસું એપ્રિલ વાયદો રૂ.2.8 વધી રૂ.195.25ના ભાવે સપ્તાહના અંતે બંધ થયો હતો.એનર્જી સેગમેન્ટમાં રૂ.87626.79 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4562ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5550 અને નીચામાં રૂ.4525ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.706 વધી રૂ.5263ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.8867ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.10640 અને નીચામાં રૂ.8820ના સ્તરને સ્પર્શી, રૂ.8999ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1409ની તેજી સાથે રૂ.10408ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો સપ્તાહના અંતે રૂ.1404 વધી રૂ.10403 થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.17.1 ઘટી સપ્તાહના અંતે રૂ.264 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ.17.2 ઘટી રૂ.264ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો.કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.1018.5ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.22.4 વધી રૂ.1029.4 થયો હતો. એલચી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2450ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.54 વધી રૂ.2535 થયો હતો. કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.136275.43 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.61126.39 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.11803.08 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.3925.80 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.135.11 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2037.30 કરોડનાં કામકાજ થયાં હતાં.ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.258.85 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.68566.23 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.18801.70 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.1.83 કરોડનાં કામ થયાં હતાં.ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 6648 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 30171 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 15567 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 192646 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 30575 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 5778 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 13696 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 49856 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 879 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 15669 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 36613 લોટના સ્તરે રહ્યો હતો. ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 34417 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 36965 પોઇન્ટના સ્તર અને નીચામાં 34395 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 1536 પોઇન્ટ વધી 35825 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button