પ્રાકૃતિક ખેતીમાં અસરકારક ઉત્પાદન મેળવવા જમીન અને પાણીની ચકાસણી અતિ આવશ્યક

પ્રાકૃતિક ખેતીમાં અસરકારક ઉત્પાદન મેળવવા જમીન અને પાણીની ચકાસણી અતિ આવશ્યક
પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે પાણીનો લેબ ટેસ્ટ અતિઉપયોગી
પિયતના પાણીનું પૃથ્થકરણ કરાવી તેના અહેવાલમાં કરેલ ભલામણ મુજબ પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરવો હિતાવહ છે. પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે પાણીનો લેબ ટેસ્ટ ઉપયોગી થાય છે.
૪) પાણીના પૃથ્થકરણની જરૂરીયાત શા માટે?
૧. ખેતીમાં પિયત માટે પાણી અનુકૂળ છે કે નહીં તે જાણવા.
૨. પાણીમાં ક્યા-ક્યા દ્રાવ્યક્ષારો કેટલા પ્રમાણમાં છે તેમજ ક્ષારના ઘટકો વચ્ચેનું પ્રમાણ જાણવા.
૩. અમુક પ્રકારની જમીનમાં પાણી લાંબો સમય વાપરી શકાય કે કેમ તે નક્કી કરવા.
૪. હાનિકારક ક્ષારયુક્ત પાણીનો ઉપયોગ પિયત માટે કરવો હોય તો જમીનના ગુણધર્મ પર વિપરીત અસર થયા વગર કયા ઉપાયો યોજી કેટલા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવો તે નક્કી કરવા.
૫. પાણી કયા પાકો માટે વાપરી શકાય તે જાણવા.
૫) પાણીનો નમૂનો લેવાની રીત:
પાણીનો નમુનો કુવા, નહેર કે પાતાળ કુવાનાં પાણીનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જરૂરી છે. તેથી નીચે મુજબ જણાવેલ બાબતોને લક્ષમાં રાખી ૦.૫ થી ૧ લીટર પાણીનો નમૂનો મેળવી પ્લાસ્ટિક કે કાચની બોટલમાં ભરી બૂચ સારી રીતે બંધ કરી ઉપર લેબલ મારી માહિતીપત્રક સાથે પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલવો.
૬) પાણીનો નમૂનાં માટે ધ્યાનમાં રાખવાની બાબતો:
૧. પાણીનો નમૂનો લેતી વખતે સપાટી ઉપર ઝાડના પાન કે કચરો હોય તો તેને દુર કરવો.
૨. જો નમૂનો નહેરના પાણીનો લેવાનો હોય તો વહેતા પાણીમાંથી લેવો અને કુવા કે પાતાળ કુવાના પાણીનો લેવાનો હોય તો મોટર કે એન્જિન ચાલુ કરી ૩૦ મિનીટ પાણી જવા દઈ ત્યાર પછી નમૂનો લેવો.
૩. પાણી તથા જમીનનો મેળ જાણવાનો હોય તો પાણી તથા જમીન એમ બંને નમૂના સાથે મોકલવા.
૪. જે પાણીનો નમૂનો લેવાનો હોય તે પાણી વડે પ્રથમ બોટલ બરાબર સાફ કરવી.
૫. નમૂનો ભરવા માટે સ્વચ્છ બોટલ ભરવી.
૬. બોટલ ઉપર પાણીથી ભૂસાઈ ન શકે તેવા અક્ષરોથી નંબર આપવા